‘છપાક’નું ટ્રેલર લોન્ચ કરાયું, ફિલ્મ આવશે 10 જાન્યુઆરીએ…

એસિડ હુમલાનો ભોગ બનેલી છોકરી લક્ષ્મી અગ્રવાલની સત્યઘટના પર આધારિત હિન્દી ફિલ્મ 'છપાક' બનાવી છે નિર્દેશિકા મેઘના ગુલઝારે. એમણે આ ફિલ્મનું ટ્રેલર 10 ડિસેંબર, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું.


એ પ્રસંગે ફિલ્મની અભિનેત્રી દીપિકા પદુકોણ પણ હાજર રહી હતી અને ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે વાત કરતી વખતે એ ભાવૂક થઈ ગઈ હતી.


ટ્રેલર લોન્ચ પ્રસંગે નિર્દેશિકા મેઘના ગુલઝાર અને અભિનેતા વિક્રાંત પણ હાજર રહ્યા હતા. ફિલ્મમાં વિક્રાંતનું પાત્ર માલતીને એનાં સંઘર્ષમાં છેવટ સુધી સાથ આપે છે.


'છપાક' ફિલ્મ આવતા વર્ષની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
ફિલ્મમાં દીપિકાએ એસિડ હુમલાનો ભોગ બનતી માલતી નામની છોકરીનો રોલ કર્યો છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]