અભિનેતા આયુષ શર્માએ પત્રકારો સાથે પોતાનો બર્થડે ઉજવ્યો…

હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘લવયાત્રી’ના અભિનેતા આયુષ શર્મા આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આયુષે પોતાનો બર્થડે મુંબઈમાં પત્રકારો સાથે ઉજવ્યો હતો. લવયાત્રી આયુષની પહેલી જ હિન્દી ફિલ્મ છે. એમાં તેની સાથે વરિના હુસૈન પણ ચમકી હતી, જેની પણ આ પહેલી જ ફિલ્મ છે. બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો બનેવી છે. એ સલમાનની બહેન અર્પિતાને પરણ્યો છે. બંનેને એક પુત્ર છે.

આયુષ શર્મા એની પત્ની અર્પિતા સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]