અનુષ્કાએ કર્યું પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ…

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સિંગાપોરના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં પોતાની બનાવવામાં આવેલી મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અનુષ્કાની આ પૂરા કદની પ્રતિમાનાં હાથમાં ફોન પકડેલો બતાવવામાં આવ્યો છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે એ જાણે મુલાકાતીઓને પોતાની સાથે સેલ્ફી લેવા માટે આમંત્રિત કરે છે. અનુષ્કા સાથે સેલ્ફી પડાવ્યાનો મુલાકાતીઓ આનંદ લઈ શકે અને એમના મિત્રો તથા પરિવારજનોને સેલ્ફી ડિજિટલી મોકલી શકે. સિંગાપોરના મ્યુઝિયમમાં આ પ્રકારનાં ફીચર સાથે પહેલી પ્રતિમા અનુષ્કાની મૂકવામાં આવી છે.