કાજોલ, રાની, અમિતાભ મુંબઈમાં દુર્ગા પૂજા મંડપની મુલાકાતે…

6 ઓક્ટોબર, રવિવારે દુર્ગા અષ્ટમી પર્વ નિમિત્તે બોલીવૂડ કલાકારો કાજોલ, રાની મુખરજી-ચોપરા, અમિતાભ બચ્ચન, એમના પત્ની જયા બચ્ચને મુંબઈમાં નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા મંડપની મુલાકાત લીધી હતી અને દુર્ગા માતાનાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે મુખરજી પરિવારનાં સભ્યો - પીઢ અભિનેત્રી તનુજા, દેબ મુખરજી અને શર્બની મુખરજી, અયાન મુખરજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


કાજોલ એની પિતરાઈ બહેન રાની મુખરજી-ચોપરા સાથે


કાજોલ એનાં પિતરાઈ ભાઈ અને ફિલ્મ દિગ્દર્શક (બ્રહ્માસ્ત્ર) અયાન મુખરજી સાથે