અક્ષય કુમારે ડિજિટલ પ્લેટફોર્મ કર્યું પદાર્પણ…

એમેઝોન પ્રાઈમ વિડિયોએ બોલીવૂડ સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારને એમેઝોનની આગામી એક્શન-પેક્ડ પ્રાઈમ ઓરિજિનલ થ્રિલર સીરિઝ 'ધ એન્ડ' (કામચલાઉ ટાઈટલ)માં મુખ્ય ભૂમિકા માટે કરારબદ્ધ કર્યો છે. આ સાથે અક્ષય કુમાર સ્ટ્રીમિંગ ક્ષેત્રે ડેબ્યૂ કરશે. નવી સીરિઝનું પ્રસારણ દુનિયાભરમાં એમેઝોન પ્રાઈમ વિડિયો પર કરવામાં આવશે. 200 દેશોમાં અક્ષયના ચાહકોને આ 'ખિલાડી' અભિનેતાની એક્શન-એક્ટિંગ જોવા મળશે. આ થ્રિલર સીરિઝ સાથે અક્ષયના સહયોગની ઘોષણા 5 માર્ચ, મંગળવારે મુંબઈમાં કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં અક્ષયે લાઈવ ફાયર એક્ટ રજૂ કર્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]