‘દે દે પ્યાર દે’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું…

આગામી હિન્દી ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર 2 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મના કલાકારો તબુ, અજય દેવગન અને રકુલપ્રીત સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આવતી 17 મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આજે જ અજય દેવગનનો જન્મદિવસ છે. એ 50 વર્ષનો થયો છે અને ફિલ્મમાં અજય આટલી જ ઉંમરના પરિણીત પુરુષનો રોલ કરી રહ્યો છે જે એનાથી 26 વર્ષ નાની રકુલપ્રીત સિંહને પ્યાર કરે છે. જ્યારે તબુ ભજવી રહી છે અજયની ભૂતપૂર્વ પત્નીનો રોલ.


httpss://youtu.be/EJUD2PptXrk