દોહામાં ફેશન શોમાં ઐશ્વર્યાનું રેમ્પવોક…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને કતરના દોહા શહેરમાં યોજાઈ ગયેલા ફેશન વીકએન્ડ ઈન્ટરનેશનલ-2018 ફેશન શોમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા નિર્મિત વસ્ત્રો સાથે રેમ્પવોક કર્યું હતું. ઐશ્વર્યા સાથે એનાં માતા તથા પુત્રી આરાધ્યા પણ ગયાં હતાં. ઐશ્વર્યાનો મેક-અપ જાણીતાં આર્ટિસ્ટ મિકી કોન્ટ્રેક્ટરે કર્યો હતો જ્યારે એશની હેરસ્ટાઈલ ફ્લોરિયન યુરલે તૈયાર કરી હતી.