કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને ફ્રાન્સના કાન્સ શહેરમાં ચાલી રહેલા 71મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 12 મે, શનિવારે રેડ કાર્પેટ સ્વાગત વખતે ખાસ અંદાઝમાં પોતાનું ગ્લેમર પાથર્યું હતું. આ રેડ કાર્પેટ સ્વાગત એક ફ્રેન્ચ ફિલ્મના પ્રીમિયર શો માટે યોજવામાં આવ્યું હતું. ઐશ્વર્યાએ બટરફ્લાય સ્લીવલેસ ગાઉનમાં સજ્જ થઈને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. ત્રણ મીટર લાંબો ટ્રેન ટ્રેલિંગ ગાઉન દુબઈના ડિઝાઈનર માઈકલ સિનકોએ તૈયાર કર્યો હતો. એનાં ડ્રેસ, એની ફેશન સ્ટાઈલ, મેકઅપ અને અદાઓને ત્યાં હાજર સૌકોઈ જોતાં રહી ગયા હતા. ઐશ્વર્યાએ એનાં હોઠને સ્કારલેટ શેડ આપ્યો હતો, આંખોને સ્મોકી ઈફેક્ટ આપી હતી. એણે પોતાનાં કેશ મિડલ પાર્ટિંગ સાથે સ્ટ્રેઈટ અને સિમ્પલ રાખ્યા હતા. ઐશ્વર્યા પેરિસની જાણીતી બ્રાન્ડ લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે અને 17 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપતી આવી છે. ઐશ્વર્યા કાન્સ ખાતે એની પુત્રી આરાધ્યાની સાથે ગઈ છે. રેડ કાર્પેટ વોક પૂર્વે એણે આરાધ્યાની સાથેનો એક ક્યૂટ વિડિયો શેર કર્યો છે.

httpss://www.instagram.com/p/Bir9vafj2HQ/?taken-by=suryanfm

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]