‘સ્ટુડન્ટ…’ અનન્યા પાંડે થઈ 21 વર્ષની…

બોલીવૂડની નવોદિત અભિનેત્રી અનન્યા પાંડે 30 ઓક્ટોબર, બુધવારે તેનો 21મો જન્મદિવસ ઉજવી રહી છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મમાં ચમકીને બોલીવૂડમાં એન્ટ્રી કરનાર અનન્યા હવે 'પતિ પત્ની ઔર વોહ'માં જોવા મળશે. આ જ વર્ષમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર સાથે ચમકશે. બોલીવૂડ અભિનેતા ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી અનન્યાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે, જે અહીં પ્રસ્તુત છે. તે ઉપરાંત ચંકી અને ભાવનાએ પણ એમની પુત્રીની બાળપણની અમુક તસવીરો એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરી છે. અનન્યાએ બુધવારે તેનો બર્થડે ક્યાંય હોલીડે પર જઈને નહીં, પણ 'પતિ પત્ની ઔર વોહ' ફિલ્મના સેટ પર જ ઉજવ્યો હતો. અનન્યાની બીજી ફિલ્મ આવી રહી છે 'ખાલીપીલી', જેમાં એનો હિરો છે ઈશાન ખટ્ટર.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]