‘ટોટલ ધમાલ’ માટે આમિરે આપ્યો મુહૂર્ત ક્લેપ…

બોલીવૂડ અભિનેતા આમિર ખાને આગામી નવી હિન્દી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માટે 9 જાન્યુઆરી, મંગળવારે મુંબઈમાં મુહૂર્ત ક્લેપ આપી હતી. એ પ્રસંગે અનિલ કપૂર, માધુરી દીક્ષિત-નેને, ઈન્દ્ર કુમાર, અજય દેવગન, સંજય મિશ્રા, અર્શદ વારસી, બોમન ઈરાની, જાવેદ જાફરી જેવા અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે જ ‘ટોટલ ધમાલ’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મ ‘ધમાલ’ સિરીઝની ફિલ્મોની સિક્વલ છે અને ત્રીજી આવૃત્તિ છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતને ઘણા લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન અને ફોક્સ ઈન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]