બહેનોએ વડા પ્રધાન મોદીને રાખડી બાંધી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 26 ઓગસ્ટ, રવિવારે રક્ષાબંધન તહેવાર નિમિત્તે નવી દિલ્હીસ્થિત એમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે સમાજના વિવિધ વર્ગોની બહેનો-માતાઓ, બ્રહ્માકુમારી સંસ્થાની બહેનોએ તથા બાળકીઓએ રાખડી બાંધી હતી. વડા પ્રધાને સૌને શુભાશિષ, આશીર્વાદ આપ્યા હતા.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગરસ્થિત એમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે સમાજના વિવિધ વર્ગોની બહેનો-માતાઓ, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની સભ્યો-કાર્યકર્તાઓ અને તેમજ મહિલા બાળકલ્યાણ ખાતાના રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવેએ રાખડી બાંધીને આશિષ અને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. દિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવવા માટે રૂપાણી ખુરશીમાંથી ઉભા થઈ સ્ટેજ પરથી નીચે ઉતરી બહેનો પાસે પહોંચ્યા હતા અને સ્નેહપૂર્વક એમની પાસે રાખડી બંધાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]