વડા પ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચ, શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા અને એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. મોદીએ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ગવર્નર રામ નાઈક પણ ઉપસ્થિત હતા. મોદીએ ત્યારબાદ દીનદયાળ હસ્તકલા સંકુલની પણ મુલાકાત લીધી હતી અને નેશનલ વીમેન લાઈવલીહુડ સંમેલન-2019માં ભાગ લીધો હતો અને આત્મનિર્ભર જૂથો દ્વારા નિર્મિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.