‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સોમનાથ મંદિરમાં…

0
4094
લોકપ્રિય નિવડેલી હિન્દી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના 2500 એપીસૉડ પૂરા થતા હોઈ, અને 10 વર્ષથી ચાલતી આ ધારાવાહિકે લોકોના માનસપટ પર એક ઉમદા છાપ નિર્માણ કરેલી છે તેથી એની સફળતાની ઉજવણી રૂપે નિર્માતા આશીત મોદી, દયાશંકર પાંડે સહિતની ટીમે 25 જૂન, સોમવારે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે એપીસોડ શૂટ કરાવ્યો હતો. આ પ્રસંગે ટીમ દ્વારા ધ્વજાપૂજા-તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. આશિત મોદી તથા એમની ટીમનું મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી દ્વારા શાલ ઓઢાડીને સમ્માન કરવામાં આવ્યું હતું. આ એપીસોડ ટૂંક સમયમાં જ ‘સબ ટીવી’ પર પ્રસારિત કરવામાં આવશે.