સોમનાથ મહાદેવના શરણે માનવમહેરામણ…

આજે 12 ઓગસ્ટ, રવિવારે પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થયો છે એ સાથે જ દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠ્યા છે. ગુજરાતના પ્રભાસ પાટણ, વેરાવળમાં આવેલા જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પ્રાતઃ કાળે મહાદેવને મહાપૂજા, પ્રાતઃઆરતીનો લ્હાવો લઇ ભક્તો ધન્ય બન્યા હતા. એ સમયે વરસાદ વરસવા માંડતા જાણે પ્રાતઃઆરતીમાં શ્રી સોમનાથ મહાદેવને સ્વયંભુ વરૂણદેવે વર્ષા સ્વરૂપે મંદિર પર અભિષેક કરી રહ્યાં છે એવો યોગ સર્જાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]