ભોળાનાથને પર્વનો શ્રૃંગાર

સોમનાથઃ દિપાવલી પર્વની શુભ શરૂઆત થઇ છે, ત્યારે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભોળનાથ મહાદેવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. પીળા-સફેદ-કેસરી તથા ગુલાબની પાંખડીઓ મળી આશરે 100 કિલ્લો થી વધારે પુષ્પોનો ઉપયોગ મહાદેવના શૃંગારમાં કરવામાં આવ્યો હતો. મંદિર નૃત્ય મંડપ ખાતે વિશેષ રંગોળી તથા દિપમાલીકા કરવામાં આવી હતી. પ્રકાશના આ પર્વમાં મહાદેવજી પાસે વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. મહદેવજીના અલૌકિક દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ મંદિર ખાતે આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]