મુંબઈનું પ્રથમ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ વિલેજ શિલ્પગ્રામ…

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એક અનોખું અને પર્યટકોનાં આકર્ષણસમું ઉદ્યાન શરૂ કરવામાં આવ્યું છે અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં – માતોશ્રી મીનાતાઈ ઠાકરે ગાર્ડન. આ ઉદ્યાન, જેને શિલ્પગ્રામ નામ આપવામાં આવ્યું છે, જે મુંબઈનું આ પ્રકારનું પ્રથમ કળા અને હસ્તકારીગરીનું વિલેજ છે. શિલ્પગ્રામમાં પાણીના ફૂવારા, બાળકોને રમવાની જગ્યા, એમ્ફીથિયેટર તથા હસ્તકલાની ચીજવસ્તુઓ વેચતા સ્ટોલ્સ છે. (તસવીરોઃ દીપક ધુરી)