મોહનદાસ કરમચંદ ગાંધી (જન્મ 2 ઓક્ટોબર, 1869 - પોરબંદર : નિધન 30 જાન્યુઆરી, 1948 - દિલ્હી) ભારતની આઝાદીની લડાઈના કેન્દ્રબિંદુ હતા. તે એવા વ્યક્તિ હતા જે સત્તાથી દૂર રહેવા છતાં આજે પણ કરોડો ભારતીયોનાં દિલો પર રાજ કરી રહ્યા છે. ગાંધીજી પરિવર્તન લાવ્યા. લોકોની આંતરિક શક્તિને જગાડીને તેમને સ્વયં પરિવર્તન લાવવા માટે જાગૃત કર્યા હતા. ભારત દેશ આજે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી ઉજવી રહ્યો છે ત્યારે બાપુની સ્મૃતિમાં આ તસવીરી ઝલક અહીં પ્રસ્તુત છે... (માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રકાશિત વિશેષ અંકમાંથી સાભાર)
પોરબંદરનું ઘર... મોહનદાસ ગાંધીનું જન્મસ્થળ
મહાત્મા ગાંધીના માતા પૂતળીબાઈ
ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી
બાળ મોહન 'મોનિયો' 7 વર્ષની ઉંમરે
ગાંધીજીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ