ભાવનગરમાં મહંતસ્વામી મહારાજનો 85મો જન્મોત્સવ…

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો ૮૫મો જન્મજયંતી મહોત્સવ 3 ઓક્ટોબર, બુધવારે ભાવનગરમાં અક્ષરવાડી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. એ પ્રસંગે ત્રીસ હજાર કરતાં વધારે ભક્તોએ પૂજ્ય મહંતસ્વામીને ભાવાંજલિ અર્પણ કરી હતી. જન્મોત્સવમાં દેશ-વિદેશના ૬૦૦ કરતાં પણ વધારે સંતોની ઉપસ્થિતિ હતી. પાંચેય ખંડના સેંકડો હરિભક્તોનું આગમન થયું હતું. સંતો-ભક્તોએ મહંતસ્વામી મહારાજના વધામણા કર્યા હતા. આ પ્રસંગે રક્તદાન શિબિરનું વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજે પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામીનારાયણ, અક્ષરપુરુષોત્તમ મહારાજની આરતી દ્વારા જન્મોત્સવનો આરંભ કર્યો હતો.