અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ શરૂ…

અમદાવાદમાં 6 જાન્યુઆરી, રવિવારે સવારે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30મા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2019નું ઉદઘાટન કર્યું હતું. આ પતંગોત્સવ NID પાછળ આવેલા ગ્રાઉન્ડમાં 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના સેવા વસ્તી વસાહતના ૨૦૦૦ બાળકોએ આ પ્રસંગે યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

 [ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]