ફડણવીસે પરિવારસહ ગણેશ ચતુર્થી ઉજવી…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 13 સપ્ટેંબર, ગુરુવારે ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે મુંબઈમાં એમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ગણપતિની મૂર્તિનું સ્થાપન કરી પૂજા કરી હતી. એમની સાથે એમના પત્ની અને પુત્રી પણ ઉપસ્થિત હતાં. મુંબઈમાં ગણેશોત્સવ 2018ની શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી. તમામ માર્ગો પર લોકો ગણપતિની વિવિધ કદ, રંગ અને રૂપની તેમજ સુંદર રીતે સજાવેલી મૂર્તિઓને ખુલ્લી ટ્રક, ટેમ્પો કે રેકડી પર મૂકીને પોતપોતાના ઘર, મકાન કે સાર્વજનિક મંડળો ખાતે વાજતે-ગાજતે લઈ જતા જોવા મળ્યા હતા.

મહાન ક્રિકેટર સચીન તેંડુલકરે મુંબઈમાં એમના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીની ઉજવણી કરીમુંબઈમાં જીએસબી સેવા મંડળ ગણેશ મંડપ ખાતે ગણેશ ચતુર્થીના ઉજવણી કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પણ સામેલ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]