‘લાલબાગચા રાજા’-2018ના પ્રથમ મુખદર્શન…

ગણેશચતુર્થી ગણેશોત્સવનો 13 સપ્ટેંબરથી આરંભ થઈ રહ્યો છે તે પૂર્વે 11 સપ્ટેંબર, મંગળવારે મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારના સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સુપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિની 22 ફૂટ ઊંચી, ભવ્ય, અપ્રિતમ, વિરાટ અને ભાવસભર મૂર્તિનાં પ્રથમ મુખદર્શનનો હજારો ભાવિકોએ લાભ-લહાવો લીધો હતો. ગણપતિ બાપાના સ્વરૂપને જીવંત બનાવવા માટે ટેક્નોલોજીનો અનોખો આવિષ્કાર કર્યો છે જાણીતા કલા દિગ્દર્શક નીતિન દેસાઈએ. ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં દર્શન લાલબાગ વિસ્તારમાં ગણેશ ગલી સ્થિત સાર્વજનિક ઉત્સવ મંડળ ખાતે કરી શકાય છે.