મુંબઈમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં ચોપડા પૂજન…

મુંબઈમાં દાદરસ્થિત BAPS સ્વામીનારાયણ મંદિરમાં 27 ઓક્ટોબર, રવિવારે દિવાળી નિમિત્તે સમૂહ ચોપડાપૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તથા પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ તેમ જ પૂજ્ય કોઠારી સ્વામી (પૂજ્ય ભક્તિપ્રિય દાસ) અને પૂજ્ય અભયસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં હજારો હરિભક્તોએ પોતાના હિસાબી ચોપડાનાં પૂજન કર્યાં હતા. પૂજ્ય સંતોએ ૬૦૦૦થી વધુ એકાઉન્ટ બુક્સનાં પૂજન કર્યાં હતા તથા હરિભક્તોને સુખસમૃદ્ધિના આશીર્વાદ આપ્યા હતા.