ચૈત્રી નવરાત્રિ ગરબા અને હવનનો લાભ

અમદાવાદ– ચૈત્રી નવરાત્રિની આઠમ અને રામનવમી આ વર્ષે એકસાથે ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાયાં હતાં. અમદાવાદના સીટીએમ સ્થિતિ શ્રી મહાદેવી મંદિરમાં ચાચર ચોકમાં ભાવિક ભક્તોએ ભાવપૂર્વક માતાજીના આઠમના હવનમાં ભાગ લીધો હતો. ચૈત્રી નવરાત્રિ હોવાથી સમગ્ર નવરાત્રિ દરમિયાન માતાના ભક્તો દ્વારા માતાજીના ગરબા અને જાપ કરીને આદ્યાત્મિક શક્તિઓને ઉજાગર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ચૈત્રી માસમાં લીમડાના મ્હોરનું સેવન લાભદાયી ગણાયું છે ત્યારે નવરાત્રિ દરમિયાન ઊનાળાની ભીષણ ગરમી સામે પ્રતિકારશક્તિ વધારવા લીમડાના રસનો પ્રસાદ પણ સૌએ ભાવપૂર્વક ગ્રહણ કર્યો હતો. સમગ્ર નવરાત્રિ દરમિયાન આનંદઉત્સાહથી ભારતીય સંસ્કૃતિને અનુરુપ ગરબા અને જાગરણના કાર્યક્રમ કરવામાં આવ્યાં હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]