અમદાવાદમાં નવરાત્રિઃ માતાજીની પૂજા માટેનો ઉત્સાહ પણ યથાવત્

અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ 2019નો આજથી, 29 સપ્ટેંબર, રવિવારથી શુભ આરંભ થયો છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શક્તિની ઉપાસના, માતાજીની આરાધનાનાં આ દિવસોમાં પૂજા-અર્ચનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે.

આ દિવસોમાં લોકો પોતાના ઘરનાં દેવસ્થાન, મંદિરમાં ભગવાનને નવા વાઘા, ચુંદડી પહેરાવે છે. આ સાથે મંદિરોનાં તોરણો, મૂર્તિઓ માટે નવા હાર ખરીદી સુશોભન કરવામાં આવે છે.

અમદાવાદમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભગવાનનો પૂજાપો, ચુંદડી, સુખડ-ચંદન, પ્લાસ્ટિક, મોતીના હારની ખરીદી કરવા ચાંલ્લા ઓળ, માણેકચોક જેવા મુખ્ય બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)