ભારતભરમાં ગુરુનાનક જયંતીની ભાવપૂર્વક ઉજવણી…

શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુનાનક દેવજીની 550મી જન્મજયંતીની 12 નવેંબર, મંગળવારે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ હતી.


સુવર્ણ મંદિર, અમૃતસર


નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નવી દિલ્હીમાં બાંગ્લા સાહેબ ગુરુદ્વારામાં દર્શન કરવા આવ્યાં છે


શ્રીનગરમાં ગુરુદ્વારાની બહાર બરફથી રમતા શીખ બાળકો


ભાજપનાં વિધાનસભ્ય સિદ્ધિકુમારી બિકાનેરનાં ગુરુદ્વારામાં પ્રસાદ બનાવવામાં મદદ કરી રહ્યાં છે.


મિર્ઝાપુરના ગુરુદ્વારાના લંગરમાં રોટલી બનાવતી મહિલા શ્રદ્ધાળુઓ


પાકિસ્તાનના નાનકાના સાહિબ જિલ્લામાં ગુરુદ્વારા નાનકાના સાહિબમાં શ્રદ્ધાળુઓ ધાર્મિક સરઘસમાં જોડાયાં છે


પાકિસ્તાનના નાનકાના સાહિબ ગુરુદ્વારાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે


પાકિસ્તાનના કરાચી શહેરના ગુરુદ્વારામાં શીખ શ્રદ્ધાળુઓ ગુરુનાનક જયંતી ઉજવી રહી છે


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]