નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ લહેરમાં પરિવારના કેટલાક સભ્યો એકસાથે બીમાર પડી રહ્યા છે. આવામાં બાળકો પણ કોરોના સંક્રમિત હોવાનું જોખમ પહેલાં કરતાં અનેક ગણું વધી ગયું છે. જેથી સરકારે બાળકો માટે પહેલી વાર કોવિડ-19ની ગાઇડલાઇન્સ જારી કરી છે. નવા બદલાવમાં હોસ્પિટલોમાં દબાણ ઓછું કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આમાં હોમ આઇસોલેશનને લઈને ઓક્સિજન સ્તરમાં બદલાવ કર્યા છે. જુલાઈ, 2020માં ત્રણ લેયરવાળા માસ્ની જગ્યાએ N-95 માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ, બાળકો માટેની ગાઇડલાઇન્સ…
પ્રોટોકોલમાં વગર લક્ષણોવાળા, હળવાં અને વધુ લક્ષણોવાળાં બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.
વગર લક્ષણોવાળાં બાળકો માટે સારવારની વાત નથી કરવામાં આવી
હળવાં લક્ષણોવાળાં બાળકોને ગળામાં ખરાશ, નાક વહેવું, શ્વાસ લેવામાં તકલીફની સાથે ખાંસી હોઈ શકે છે. કેટલાંક બાળકોમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા થઈ શકે. આવાં બાળકોની હોમ આઇસોલેશનમાં સારવાર કરી શકાય છે.
ડોક્ટર બાળકોને પેરાસિટામોલ (10-15 એમજી) આપી શકે. એને દરેક 4-6 કલાકે રિપીટ કરી શકાશે.
બાળકોમાં હાઇડ્રેશન માટે ઓરલ ફ્લુઇડની સાથે ન્યુટ્રિશન ડાયટની સલાહ આપવામાં આવી છે.
હળવાં લક્ષણોવાળાં બાળકોને એન્ટિ-બાયોટિક્સ ન આપવાની સલાહ છે.
હળવાં લક્ષણોવાળાં બાળકોમાં ન્યુમોનિયા હોઈ શકે. આવા બાળકોને રૂટિન લેબ ટેસ્ટની ભલામણ નથી કરવામાં આવી, જ્યા સુધી તેમનામાં ગંભીર લક્ષણો ન દેખાય.
મોડરેટ લક્ષણોવાળાં બાળકોને કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર અથવા સેકન્ડરી લેવલ કેર કેસિલિટીમાં એડમિડ કરવાની વાત કરવામાં આવી છે.