જિંદગીમાં તમામ અનુભવ મેળવવાં જેવા છેઃ વર્સેટાઈલ યુવા પાર્થ મહેતા

ણવાની ઉંમરમાં અઢળક ટેલેન્ટ અચીવ કરી લો તો કેવું ફીલ થાય… સરસ જ. પણ તેની પાછળ કેટલી મહેનત કરવી પડે તે પણ પ્રશ્ન થવો જ જોઈએ. 20 વર્ષની ઉંમરે આવી ટેલેન્ટ અચીવ કરી છે મુંબઈમાં રહેતા પાર્થ મહેતાએ. પાર્થ મહેતા વઢવાણ-સુરેન્દ્રનગરના વતની એવા ડૉકટર હિમાંશુ મહેતા અને અમિતા મહેતાના પુત્ર છે. પાર્થને એક બહેન પૂજા મહેતાનો પ્રેમ પણ મળ્યો છે. મૂળ ગુજરાતના પણ વર્ષોથી તેઓ મુંબઈમાં જઈને વસ્યાં છે. પાર્થ મહેતાના પિતા ડૉકટર હિમાંશુ મહેતા જાણીતા આઈ સ્પેશિયાલિસ્ટ છે, જેમના પેશન્ટ લિસ્ટમાં અભિનેતા અમિતાભ બચ્ચન પણ છે. ડૉ. હિમાંશુ મહેતા અમિતાભ બચ્ચનના પરિવારના આઈ સ્પેશિયાલિસ્ટ છે.

માતાપિતાના સંસ્કાર લઈને જન્મેલાં પાર્થ મહેતાએ ઘણીબધી ટેલેન્ટ અચીવ કરી છે, તેમણે chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલ સાથે વાત કરતાં કહ્યું હતું કે જિંદગીમાં તમામ વસ્તુનો અનુભવ કરી લેવો જોઈએ, તેમાંથી તમને કંઈક નવું શીખવા મળશે. તમે જે કરો તેના પહેલાં તમે વિચારો… કેમ આમ? બીજું કે તમારા મનમાં પ્રશ્ન આવે તો તરત પૂછી નાંખો. પૂછતાં રહેશો તો સોલ્યૂશન મળશે. લેકચર તો આખી દુનિયા આપે છે. સલાહસૂચન લોકો ખૂબ આપે છે, પણ કોઈ પ્રશ્ન પૂછતું જ નથી. પ્રશ્ન પૂછો તો નવું જાણવા મળશે. જવાબમાં કદાય તમને મંઝિલ પણ મળી જાય. 20 વર્ષની નાની ઉંમરે, અને પહેલાં લખ્યું હતું તેમ વાંચવાલખવા અને ભણવાની ઉમરમાં ખૂબ જ વિઝનરી વાતો અને નવીનવી વાતો કરી છે. પ્રશ્નઃ હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળ થનાર 4 વિદ્યાર્થીઓમાંના એક તમે છો, એ સ્ટાન્ડર્ડ સુધી પહોંચવા માટે ગોલ નક્કી કરીને તૈયારીઓ કરી હતી?

જવાબઃ હું આઠમાં ધોરણમાં ભણતો હતો ત્યારે મેં ભગવાનનું નામ સાંભળ્યું હતું. ભગવાન છે કે નહીં તે મને ખબર નથી. પણ તે વખતે મેં નામ સાંભળ્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટીનું… મારા પપ્પાએ એક ટીશર્ટ પહેર્યું હતું, અને તેના પર હાર્વર્ડ યુનિવર્સિટી લખ્યું હતું, ત્યારે પપ્પાએ મને કહ્યું હતું કે પાર્થ મને તું હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈને બતાવ. ત્યારે મે પપ્પાનો બોલ ઉપાડી લીધો અને નક્કી કર્યું કે હું જઈશ. હાર્વર્ડ જ મારો ભગવાન છે, તેમ મનમાં ગાંઠ વાળી લીધી હતી. તમે એક વાર ગોલ સેટ કરી નાંખો તો તમને વચ્ચે કાંઈ નડી ન શકે. આઠમા ધોરણથી નક્કી હતું, પણ મને ખબર નહોતી કે મને શું ગમે છે?, કયા વિષયમાં સારો છું?, પણ તમે 10 હજાર વસ્તુઓ કરો, તેમાંથી તમને ગમતા પાંચ વિષયો મળી જશે. અને પછી તેમાં મહેનત શરુ કરી. મે ડિબેટ શરૂ કરી, જેમાં સફળ થયો અને તેમાં મારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો હતો. ત્યાર ખબર પડી કે અરે આ તો કરી શકાય તેમ છે. ત્યાર પછી  મને રોબોટિક્સમાં રસ પડ્યો. સાયન્સમાં રસ પડ્યો, મને એન્જીનયરિંગ ગમવા લાગ્યું, મને વસ્તુ બનાવવી ગમતી. હાલ હાર્વર્ડમાં હું થિયરોટિકલ વસ્તુઓ કરું છું. જેમજેમ હું આગળ વધ્યો, અને તક પણ મળતી ગઈ. બસ આપણે પ્રયત્નો કરવા જોઈએ, તે આપણાં હાથમાં છે.

પ્રશ્નઃ તમે 30-30 સર્ટિફિક્ટ મેળવ્યાં છે અને શાળાને રીપ્રેઝન્ટ કરી છે, શાળા વિશે અને તેમાં તમારી મહેનત અંગે કહેશો.

જવાબ- સ્માઈલ સાથે… બહુ જ બધી મહેનત કરી છે, અલગઅલગ કોમ્પિટિશન હતી, ડીબેટ હતી, મે સર્ટિફિક્ટ ગણ્યાં નથી, હું ભાગ લેતો ગયો અને સર્ટિફિક્ટ આવતાં ગયાં. આપણે કામ ચાલુ રાખવાનું અને સર્ટિફિક્ટ થતાં જાય. હું જે કાંઈ કરીશ તે બેસ્ટ જ કરીશ. જીતું કે હારું… એ હું જોતો નથી. આપણે કોમ્પિટશનમાં ભાગ લેવાનો, મે મનમાં ધાર્યુ છે કે હું બેસ્ટ કરીશ. મારા હાથમાં માત્ર મહેનત કરવાનું છે, તો પછી બધું મળવાનું જ છે.પ્રશ્નઃ ઈન્ટરનેશનલ રોબોટિક્સ કોમ્પિટશન લેગો લીગમાં બે લાખ પાર્ટીસિપેન્ટમાં આપ પ્રથમ આવ્યાં, ત્યારની એ ક્ષણની સિદ્ધિ તમારા માટે અને પરિવાર માટે કેવી રહી, અને આપે શું ક્રિએટ કર્યું હતું?

જવાબઃ તમે કલ્પના કરો કે હું આઠમાં ધોરણમાં ભણતો હોઉ અને એવું તે મે શું કર્યું કે હું જીતી ગયો. આ તો ટીમ એફર્ટ છે, આપણે એકલા તો ન કરી શકાય. જ્યારે કોઈ મોટો પ્રોબલેમ આવે ત્યારે તેનું સોલ્યુલશન ત્યારે મળે કે જ્યારે બહુ જ બધા લોકો એક સાથે કામ કરે અને કલાકો સુધી મથામણ કરે. મારી ટીમ ખૂબ સારી હતી. અમે પ્રથમ લેગો લીગમાં ગયાં હતાં, તેમાં રોબોટિક્સ કોમ્પિટશન હતી. પહેલાં મુંબઈમાં જીત્યાં, ત્યારે અમે બધા નવાઈ પામ્યાં કે અરે આ કેવી રીતે થયું? પછી ઈન્ડિયામાં જીત્યાં, ફલેટ ફ્લિટ ઈન્સોલ હતું, જે માણસો પહેરી શકે, જે પ્રોજેક્ટ માટે અમે ડૉકટરો અને ટીચરો સાથે વાત કરી હતી, અને તે પ્રોજેક્ટ પર રાતોની રાતો મહેનત કરી, પછી ખબર પડી કે અરે આ તો પહેલાં કોઈ એ રીસર્ચ કર્યું છે. પછી અમે તેને એપ્લાય કર્યું હતું. અને અમે સફળ થયાં અને એવોર્ડ પણ મળ્યો.

પ્રશ્નઃ મેથેમેટિક્સ જેવા ગહન વિષયમાં રસ પડવાનું કારણ શું? અને તેમાં શું અચીવ કરવાનો અલ્ટિમેટ ગોલ નક્કી કર્યો હતો?

જવાબઃ  અલ્ટિમેટ ગોલની તો મને ખબર નથી. બધાને બે વસ્તુ તો જોઈએ છે એક તો આપણે સેટલ થઈ જઈએ, અને જીવનમાં કોઈ ગોલ અચીવ કરીએ. મારા માટે ગોલ રાખવો એ બોરિંગ વસ્તુ છે. જિંદગી એક જ છે, અને જિંદગીમાં આપણે એક જ ગોલ રાખીએ તો મને નહીં ગમે. હું નાના નાનો ગોલ જરૂર રાખું છું. અલગઅલગ વિષયોનો અભ્યાસ કરવો મને ગમે છે. પોતાની જાતને રીસ્ટ્રીક્ટ નહીં કરવી જોઈએ. મેથેમેટિક્સ મને એટલે ગમે છે કે દુનિયાની બધી જ વસ્તુઓમાં પેર્ટન હોય છે, અને તમે મેથેમેટિક્સથી તેને ડીસ્ક્રાઈબ કરી શકો છો. તમે સમજો કે તમે અલગઅલગ વસ્તુઓ કેવી રીતે ડીસ્ક્રાઈબ કરી શકો છો… તમે મેથેમેટિક્સને ફાયનાન્સ અને એન્જીનિયરિંગમાં એપ્લાય કરો તો જ પરિણામ મળશે. દરેક વિષયમાં મેથેમેટિક્સની જરૂર છે. ગણિત એ વિશાળ સબ્જેક્ટ છે. તેને શીખવામાં ખૂબ જ આનંદ આવે છે.પ્રશ્નઃ તમે સંશોધક તરીકે બે શોધ કરી છે, અને ઈન્ટરનેશનલ પેટન્ટ મેળવી છે, તે શોધ વિશે જણાવશો?

જવાબઃ જરૂર… આ અલગઅલગ કોમ્પ્ટિશન હતી. પહેલી હતી ખોજ કોમ્પિટશન. અમારી હાઈસ્કૂલ સાત વર્ષથી જીતતી ન હતી. મે બે થી ત્રણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, પણ થર્ડ ટાઈમ અમે જીત્યાં. તમે હાર્ડ વર્ક કરો તો તમને સફળતા મળે જ છે. આ એક સોલર એનર્જીનો પ્રોજેક્ટ હતો. વીજળીની કેટલી અછત છે. રણપ્રદેશમાં તો તેનાથી પણ વધુ અછત છે. રણપ્રદેશમાં સોલર એનર્જી પ્રોજેક્ટને કેવી રીતે લઈ જવો અને તેમાં અનેક મુશ્કેલીઓ આવી અને તેને જવાબ મળતા ગયાં તેમ તેમ અમારી શોઘ કામિયાબ થઈ. અમે પેટન્ટ મેળવવા માટે પણ લાંબી પ્રોસેસમાંથી પસાર થયાં હતા.

બીજી શોધ હતી કે અગાઉ જેમ લેગો લીગની વાત કરી તેમાં ફલેટ ફ્લિટ પ્રોજેક્ટને મે મોડીફાઈ કર્યો હતો. અને તેમાં મારો મુખ્ય રોલ હતો.પ્રશ્નઃ ટેડેક્સમાં સ્પીકર તરીકે તમે બીજા સ્પીકર કરતાં 10 વર્ષ નાનાં હતાં, તો તે મંચ પરથી યુવાનો માટે તમને વધુ શું નવું કરવાની જરૂર લાગી છે?

જવાબઃ ટેડેક્સમાં સ્પીકર હતો ત્યારે મે મેથેમેટિક્સ અને મેજિક કાર્ડ પર વાત કરી હતી. મને મેથેમેટિક્સ તો ગમે છે, સાથે કાર્ડ મેજિક પણ ગમે છે. આ બે વસ્તુનું સંયોજન આપણને શું શિખવાડી શકે. આજની યુવા પેઢીને એક વસ્તુ હું કહીશ કે આપણને એક જ જિંદગી મળે છે, તો આ જિંદગીમાં આપણે શું કરવું છે… તેનો વિચાર કરવો જોઈએ. એટલું સિમ્પલ નથી કે તમને જે ગમે તેના પર તમે કામ કરો. ત્રણ વસ્તુ હું કહીશ. એક તો તમે શેમાં સારાં છો?, એવું શું છે કે તમે કરી શકો અને બીજા નથી કરી શકતા. એવી કઈ વધારાની શક્તિ તમારામાં પડી છે? અને ત્રીજુ જેમાં તમે હાર્ડ વર્ક માટે તૈયાર છો. દુનિયાને હેલ્પ કરવા તૈયાર રહો.

પ્રશ્નઃ પાર્થ આપ વર્સેટાઇલ ટેલેન્ટ ધરાવો છો. તો મારે મહત્વનો પ્રશ્ન પૂછવો છે કે ભારતીય યુવા વર્ગને વૈશ્વિક પ્રવાહોમાં વાળવા માટે શું કરવાની જરૂર છે?

જવાબઃ હું જ્યારે હાઈસ્કૂલમાં હતો, ત્યારે મને એક વિચાર આવ્યો હતો કે બધાને માર્ક્સ સાથે ખૂબ લગાવ હોય છે. એ ગ્રેડ મળે, ઊંચું રેન્કિંગ આવે, કેમ વધારે માર્ક આવે… નવમાં અને દસમાં ધોરણમાં વિદ્યાર્થીઓને મોટિવેશન મળતું નથી. બોર્ડની પરીક્ષાનો હાઉ હોય છે. માતા પિતા પણ માર્કસ પર વધારે ભાર આપે છે, મારે આવા માતાપિતાને કહેવું છે કે માર્ક ન જોશો, તમારું બાળક કઈ નવી એક્ટિવિટીમાં શું પ્રોજેક્ટ કરી શકે છે, તેને તમે પ્રોત્સાહન આપો. માર્ક્સ તો બધાં લાવશે, પણ નવી એક્ટિવિટી, નવા પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપશો તો બાળકમાં રહેલી સર્જનક્ષમતા વિકસશે. ઈન્ટરનેશનલ કોમ્પિટેશનમાં જવું હોય તો તમારે પ્રયત્ન કરવો પડે અને તમારે ડેડિકેશન કેળવવું પડશે. આના માટે મારા માતાપિતાનો આભાર માનીશ કે તેમણે કયારે કેટલા માર્ક મેળવ્યાં તે પૂછ્યું નથી. પાર્થ તું ગઈકાલે કરતો હતો તેના કરતાં આજે વધારે સારુ કરે છે, અમારે એટલું જ જોઈએ, તેવું મારા માતાપિતા કહેતાં હતાં.

પ્રશ્નઃ અને છેલ્લો પ્રશ્ન એ છે કે આપે વર્સેટાઇલ ટેલેન્ટ કેળવી છે, પણ તમારી લાઈફની વેલ્યૂઝ શું છે,  હવે આગળ શું કરવું છે.?

જવાબઃ હા… હજી તો મે કશું અચીવ નથી કર્યું, પણ દુનિયામાં લોકો ખૂબ સ્માર્ટ છે. હાર્વર્ડમાં ગયો ત્યાં મારા બે રૂમમેટ છે, તેમણે મેથેમેટિક્સમાં 6-6 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. પણ એનાથી આપણે ડરવું નથી. આપણાં હાથમાં એક જ વસ્તુ છે અને એ છે હાર્ડવર્ક… તમારા જીવનમાં તમારે પસંદગી કરવાની આવે છે કે મારે સાધારણ જીવન જીવવું છે કે પછી લોકો મને યાદ કરે તેવી. જો તમને લોકો યાદ કરે તેવી જિંદગી જોઈતી હોય તો તમારે જીવનમાં ઘણાબધા બલિદાન આપવા પડે છે. જિંદગી હાર્ડ છે, પણ તેમાં મઝા આવી શકે છે. ગણિત એ અભ્યાસની વસ્તુ નથી, ગણિત એ રમતની વસ્તુ છે. ગણિતને મઝા માટે રમો… તો 100 ટકા રસ પડશે. હવે મને ગેઈમ થીયરીમાં રસ છે, અને તેમાં હું કામ કરી રહ્યો છું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેનું રીસર્ચ કરી રહ્યો છું. આપણને પ્રેમ કેમ થાય છે, આપણને ગુસ્સો કેમ આવે છે આ બધા જવાબ ગેઈમ થીયરી આપે છે. જેથી તે મને ગમે છે. મને ક્વોન્ટમ ફીઝિક્સ ગમે છે, અને તે શીખવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. મશીનરી લર્નિંગ અને સ્ટેસ્ટિક પણ ગમે છે, હવે તેમાં હાર્ડવર્ક કરીશ.