જાતે જ કરો સુરક્ષા.. તમારો મોબાઇલ બનશે તમારો બોડીગાર્ડ

છેલ્લાં કેટલાક સમયમાં ભારતની મહિલાઓની સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. એક જમાનામાં માત્ર રસોડામાં કામ કરતી, ઘર સંભાળતી મહિલા હાલ આગળ વધી રહી છે. આજની મહિલા ઘર અને ઓફિસ બંને સંભાળી રહી છે. આવામાં મહિલાની સુરક્ષા મહત્વની બાબત બની જાય છે. અને મહિલાઓએ પોતાની સુરક્ષા જાતે કરવી વધુ મહત્વનું બની ગયું છે. આજે કોઇ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો અશક્ય છે. ત્યારે મહિલા માટે સુરક્ષા એક સવાલ બની ગયો છે. પણ આજની ટૅક્નોલોજી એટલી આગળ વધી રહી છે કે હવે મહિલાએ ડરવાની જરૂર નથી.જો તમારી પાસે એન્ડ્રોઇડ મોબાઇલ છે તો તમારે જરા પણ ડરવાની જરૂર નથી. કારણ કે મોબાઇલ જ તમારી રક્ષા કરશે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે એવી ઘણી એપ છે કે હાલના સમયમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ખાસ કરીને ઓફિસ જતી મહિલાઓને આ એપની ખાસ જરૂર પડે છે. જો કે આવી એપ છતાં પણ રોજ અનેક બનાવો બની રહ્યાં છે. દિલ્હીમાં થયેલા નિર્ભયાકાંડ બાદ મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને સરકારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. સરકારે 8 માર્ચ 2015નાં રોજ આ નંબર લૉંચ કર્યો હતો. અને આ બે વર્ષમાં સરકારને સારો પ્રતિસાદ મળ્યો છે. સરકારે મહિલા સુરક્ષાની પરિણામદાયક કામગીરી કરી છે.

આ પ્રકારની એપ્સ મોટાભાગે એક જ પ્રકારનું કામ કરે છે. યુઝર્સ દ્વારા નક્કી કરેલા કોન્ટેક્ટ્સને એલર્ટ કરીને તેમને તમારું GPS લોકેશન મોકલી દે છે. અને તમે કઇ જગ્યાએ છો, ક્યાં છો, તમારી પળેપળની માહિતી તમારા સામેવાળા કોન્ટેક્ટ્સને મળી રહે છે.  આવી એપમાં GPS  ટ્રેકિંગ, ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર, સેફ લોકેશનનો રસ્તો જેવા જરૂરી ફીચર્સનો સમાવેશ થાય છે. તો કેટલીક એપ એવી પણ છે કે જો તમે એવા વિસ્તારમાં ફસાયા હોય કે જ્યાં ઇન્ટરનેટ ન હોય તો SOS ફંક્શનથી SMS પણ કરી શકો છો. Saftipin, Raksha જેવી એપ આ પ્રકારનું કામ કરે છે. અન્ય એપની વાત કરીએ તો દિલ્હી પોલીસ અને મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ એપનો યૂઝ કરવા માટે દિલ્હી પોલીસે વેબસાઇટ પર યુઝર્સનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. મુશ્કેલીના સમયમાં લોકેશનની ઇન્ફોર્મેશન અને ઓડિયો, વીડિયો પોલીસ કંટ્રોલરૂમ પર પહોંચી જાય છે. જેથી પોલીસને ઘટનાસ્થળ પર પહોંચવામાં મદદ થાય છે.Women safety કરીને એપ છે જેમાં ત્રણ પ્રકારના બટન આપવામાં આવ્યા હોય છે. જે SMSના માધ્યમથી ગૂગલ મેપ્સની લિંક મોકલે છે અને ફ્રન્ટ અને રિયર કેમેરાથી તસવીરો લઇ અપલોડ કરે છે. સ્માર્ટ 24*7 કરીને એપ છે જે તમે મુશ્કેલીમાં હોય તો એક કરતા વધુ રાજ્યોની પોલીસને અલર્ટ કરે છે. જે અવાજ રેકોર્ડ કરે છે, તસવીરો લે છે અને આ વસ્તુ પોલીસને મોકલે પણ છે. આ એપ એકસાથે અન્ય પ્રકારની સુવિધા પણ પૂરી પાડે છે. જ્યારે યુવતીઓ એકલી પિક્નિક પર કે કોઇ ટ્રીપ પર જાય છે ત્યારે આ એપ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. અન્ય એક એપ છે શેક 2 સેફ્ટી જે સૌથી સરળ એપ છે. યુઝર્સે પોતાના સ્માર્ટ ફોનને માત્ર શેક કરવાનો છે અથવા તો 4 પાવર બટન દબાવવાના છે જેનાથી રજિસ્ટર્ડ નંબરને અલર્ટ મોકલાઇ જશે. આ એપનો અકસ્માત, છેડતી, લૂંટ જેવી ઘટના દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. બીસેફ કરીને એપ છે જેમાં તમે નક્કી કરેલા સમયમાં એલાર્મ બંધ ન કર્યુ તો વાગવા લાગે છે અને ફેક કોલના માધ્યમથી રીંગ પણ કરાવી શકો છો અને જેમાં એક ગાર્ડિયન એલર્ટ પણ આપવામાં આવ્યુ છે જે તમને તમારી મુશ્કેલીના સમયમાં મદદ કરે છે. આ તમામ એપ તમને સરળતાથી પ્લે સ્ટોરમાં મળી જશે. તો જો તમે અજાણ છો આ ટૅક્નોલોજીથી તો આજથી જ ઉપયોગ કરવાનું શરૂ કરી દો અને પોતાની સુરક્ષા જાતે જ કરતા શીખી જાવ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]