નખરાળાં નખ માટે નવીનતા…

0
2109

મારી સુંદરતામાં શરીરનો નાનો એવો ભાગ એટલે કે નખ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. નેઇલપોલિશ કરેલા સુંદર મજાના નખથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. અમુક લોકોને નેઇલપોલિશ પસંદ ન હોય તો પણ તેમણે એમના નખ સુંદર રાખવા જોઇએ. નખને રંગવા તમારી સ્ટાઇલ ન હોય તો તમે તેને શેપમાં કરી લાઇટ કલરની નેઇલપોલિશ પણ કરી શકો છો. જો તમારી પણ સ્ટાઇલ કંઇક હટકે હોય તો આ સીઝનમાં નવા હોટ ટ્રેન્ડ આવ્યા છે.સૌથી પહેલા વાત કરીએ હાફ મૂન મેનિક્યોર.. આ અત્યારે દરેક સ્ટાઇલમાંથી એક હોટેસ્ટ સ્ટાઇલ છે. આને રિવર્સ ફ્રેન્ચ મેનિક્યોર પણ કહેવાય છે. કારણ કે આ સ્ટાઇલમાં નેઇલપોલિશ બોટમાંથી લગાવવામાં આવે છે. જ્યારે રેગ્યુલર  ફ્રેન્ચ મેનિક્યોરમાં ડાર્ક નેઇલપોલિશ ફક્ત નખના ઉપરના ભાગમાં જ લગાવવામાં આવે છે. અત્યારે લોકો આ સ્ટાઇલ ફ્રેન્ચ મેનિક્યોર કરતા વધુ પસંદ કરી રહ્યા છે. કેમ કે આ સ્ટાઇલ સિમ્પલ હોવા છતાં પણ એક ડ્રામેટીક લુક આપે છે. તો ક્રેકલ નેઇલ પણ એક જુદા જ પ્રકારની ડીઝાઇન છે. આ પ્રકારની નેઇલપોલિશ જોતા જ સામેવાળી વ્યક્તિનું નખ પર ધ્યાન જાય છે.ક્રેકલ એક સ્પેશિયલ નેઇલપોલિશ છે જે નખ પર લગાવ્યા બાદ સૂકાય જાય છે ત્યારે નખમાં જાણે તિરાડ પડી હોય એવુ લાગે છે. આ નેઇલપોલિશને બીજા કોઇ શેડ સાથે મિક્સ કરીને લગાવવાથી પણ વધુ સારો લુક આપી શકાય છે. આમાં તમે ટોપ કોટ તરીકે મેટ નેઇલ કલર વાપરી શકો છો. આ ટ્રેન્ડ અત્યારે ખૂબ હોટ ફેવરીટ છે અને આ ટૂંકા તેમજ લાંબા બંને પ્રકારના નખ પર સારો લાગે છે.મેટાલિક કલર્સ અત્યારે જેટલા ટ્રેન્ડમાં છે એટલા પહેલા ટ્રેન્ડમાં નહોતા. અત્યારે વધુ પડતી મહિલાઓ મેટાલિક કલર્સ વધુ પસંદ કરી રહી છે. અને એમાં પણ ફેશન શોમાં રેમ્પ વોક પર ગોલ્ડ ફોઇલવાળા નખ ખૂબ ચાલી રહ્યા છે. જો ગોલ્ડ ફોઇલ ન હોય તો જાતે પણ બનાવીને લગાવી શકો છો. પહેલાં ખૂબ પ્રમાણમાં ગોલ્ડન કલરની નેઇલપોલિશ લગાવો અને ત્યાર બાદ એને ફૉઇલ જેવી ઇફેક્ટ આપવા માટે થોડી ઉખાડી નાખો. ગોલ્ડ સિવાય બીજા મેટાલિક શેડ્સને પણ તમે આ રીતે લગાવી શકો છો.જો તમને આવો કોઇ શોખ ન હોય કે પછી ડાર્ક કલર્સની નેઇલપોલિશ ન લગાવી હોય તો તમે ડેકલ્સ એટલે કે નેઇલ આર્ટના સ્ટિકર્સ પણ લગાવી શકો છો. આવા સ્ટિકર્સ ઘણી બધી ડિઝાઇનોમાં અને રંગોમાં મળી રહે છે. જેમાંથી તમને ગમતા કલર્સ અને તમારી પર્સનાલિટીને અનુરૂપ ડીઝાઇન પસંદ કરી શકો છો. ડેકલ્સને લગાવવા માટે સારી ક્વૉલિટીના ગમનો ઉપયોગ કરવો. અને ત્યાર પછી તેને સીલ કરવા માટે ઉપર ટ્રાન્સપરન્ટ ટોપ કોટ લગાવવો. લગ્ન માટે ખાસ સ્ટોન અને ડાયમંડવાળા ડેકલ્સનું એટ્રેક્શન વધ્યુ છે.નિયોન અને ન્યુટ્રલ કલર્સનો ટ્રેન્ડ ફેશનેબલ લોકો ખૂબ અપનાવી રહ્યા છે. ગ્રીન, બ્લુ, પિંક, યેલો જેવા નિયોન કલર્સ કોલેજ ગર્લ્સમાં હોટ ફેવરીટ છે. તમારી પર્સનાલિટી અને પ્રસંગ પ્રમાણે ન્યુડ નેઇલ કલર અથવા તો નખને ગ્રેસફુલ બનાવવા માટે ચળકતો નિયોન પિંક કલર સારો લાગે છે. જો તમે તમારા નખનાં નખરાથી છો પરેશાન તો આટલી વાતનું ધ્યાન રાખી તમારા નખને સુંદર બનાવી શકો છો.