ફેશનની સાથે આ રંગના વસ્ત્ર ગરમીમાં રાહત આપશે

નાળામાં જે રીતે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે એ જોઇને વિચાર આવે કે આટલી ગરમીમાં કેવા કપડાં પહેરવાં જેથી ગરમી પણ ન લાગે અને ફેશનેબલ પણ લાગે. કેમ કે આમ તો સમર સિઝન ફેશન માટે ઘણી વખણાતી હોય છે. ઊનાળામાં ખૂલતાં તેમ જ હળવા રંગના કપડાં પસંદગીપાત્ર બની રહે ઠે. આ પસંદગી તો કરી લઇએ, પરંતુ કપડાંની સાથે યોગ્ય રંગની પસંદગી કરવી પણ એટલી જ જરૂરી છે.મોટાભાગના લોકો એવું માને છે કે ઉનાળાની ગરમી આવી એટલે સફેદ કલરના કપડાં જ પહેરવા જેથી ગરમી ઓછી લાગે પરંતુ હવે સમર ફેશન ડિઝાઇનમાં સફેદ કલર ઉપરાંત બીજા ઘણા લાઇટ કલર્સ ઓપ્શનમાં છે. દરેક રંગનો એક લાઇટ શેડ હોય છે. અત્યારે કોટનની શોર્ટ કૂર્તી નીકળી છે જેમાં અનેક કલર્સ ઉપલબ્ધ છે. આ સાથે જ લખનવી કુર્તા પણ લાઇટ રંગમાં ઘણો સુંદર દેખાય આપે છે. આ સાથે જ કોટનના લાઇટ કલરના ડ્રેસ પણ સમરમાં કુલ લૂક આપશે. હાલ વાતાવરણ એવું બને છે કે ક્યાંક ભેજ હોય છે તો ક્યાંક ગરમી હોય છે. તો ક્યાંક ગરમીની વચ્ચે વરસાદી માહોલ પણ છવાઇ જાય છે. આવામાં તમે તમારો વોર્ડરોબ લાઇટ કલરના ડ્રેસ, પ્લાઝો, સ્કર્ટ, ટોપ તેમજ શોર્ટ ફ્રોક કે પછી સિમ્પલ સલવાર-કૂર્તાનો સમાવેશ કરી શકો છો.

ગ્રીન, ઓરેંજ, યેલો, બ્રાઉન, બ્લુ જેવા કલરમાં ઢગલાબંધ શેડ્સ માર્કેટમાં મળે છે. એમાંથી તમે તમારા મનગમતા કલર્સના શેડ્સ લઇ આઉટફિટ્સ બનાવી શકો છો અને તૈયાર પણ લઇ શકો છો. હાલમાં ઓફશોલ્ડર ટોપ, કુર્તી, જ્મપશૂટ કોલેજ ગર્લ્સમાં હોટ ફેવરિટ બન્યા છે. તો ઓફિસ જતી યુવતીઓની વાત કરીએ તો કોટનની કુર્તી અને પ્લાઝો ફેવરીટ બની રહ્યા છે. હાલમાં નવી ફેશન ચાલી રહી છે તેવા લુઝ જીન્સ, પેન્ટ તેમજ શર્ટ પણ કોર્પોરેટ લુક માટે પસંદ પડી રહ્યા છે.ખાસ કરીને લાઇટ પીચ, પીસ્તા કલર ઉનાળામાં ઇન ટ્રેન્ડ કલર છે. આ રંગ દરેક સ્કીન ટોન પર સૂટ થાય છે. જે ઠંડકની સાથે સાથે ક્યુટ અને કુલ લુક આપે છે. આ સાથે જ લાઇટ કલરના કોમ્બિનેશનમાં લિવ્સ પ્રિન્ટ, મૂસ્ટાચ, બર્ડ ફ્રોગ, બટરફ્લાય, ગોગલ્સ જેવી પ્રિન્ટ પણ લાઇટ રંગમાં ઉપલબ્ધ છે. જેને તમે સમર ફેશન તરીકે યુઝ કરી શકો છો. તેમજ તમે લોઅર વેરમાં પ્લાઝો તેમજ ધોતી પેન્ટ પણ પહેરી શકો છો. જો કે ધોતી પેન્ટ ખુલ્લા અને સુતરાઉ કાપડના પસંદ કરવા જેથી ગરમીમાં રાહત રહે. સાથે તમે અલગ સ્ટાઇલ માટે કોટનના લોંગ શ્રગનો પણ ઉપયોગ કરી શકો છો. ઉનાળા માટે ફલોઇ મટિરીયલ પણ સારુ રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]