કુશળતાનો અરીસો ‘ઇકો ફ્રેન્ડલી રસોડું’

સોડું… એક એવી જગ્યા કે જ્યાં સ્ત્રીઓ સૌથી વધુ સમય વિતાવતી હોય છે. સ્ત્રીના દિવસની શરુઆત પણ રસોડાથી થાય છે અને તેની રાત પણ રસોડામાં જ પૂરી થાય છે. ત્યારે રસોડાને કઇ રીતે સજાવવું, તેની કઇ રીતે માવજત રાખવી તે તમામ સ્ત્રીના હાથમાં હોય છે. રસોડામાં તમે જેટલી ચોખ્ખાઇ રાખશો એટલી તમને કામ કરવામાં મજા આવશે. જો તમારુ રસોડુ વેરવિખેર પડ્યું હશે અને ઘરે તમે કોઇ મહેમાનને જમવા બોલાવો છો અને રસોડું આવી હાલતમાં પડ્યુ હશે તો એમના મનમાં પણ તમારી એક અલગ છાપ પડશે. બીજી વખત એ તમારા ઘરે આવતાં જરૂરથી એકવાર વિચાંરશે. તો તમે તમારા રસોડાને એ રીતે સજાવો અને ચોક્સાઇ રાખો કે અન્ય લોકો પર તમારો પ્રભાવ પડે અને એમને પણ રસોડું સજાવવાનું મન થઇ જાય.હવે જમાનો આગળ વધી રહ્યો છે, સૌ કોઇ ફિટ રહેવા માટે ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહ્યા છે. લોકો પોતાનું રસોડુ પણ ઇકો ફ્રેન્ડલી હોય તેવો આગ્રહ રાખી રહ્યા છે. આપણા ઘરમાં સામાન્ય રીતે એવી કેટલીય ચીજો છે જે વાપરીએ છીએ કે પર્યાવરણને નુક્સાન કરે છે જેમાં રસોડુ સૌથી મોખરે છે. આ બાબતે થોડુ ધ્યાન રાખીએ તો એ નુક્સાન થતુ અટકાવી શકીએ છીએ. જો તમે રસોડામાં તમામ વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવશો તો જગ્યા પણ સારી એવી બચશે અને એમાં તમને કામ કરવાની પણ મજા આવશે. ક્યાં ગેસ મૂકવો, ક્યાં વૉટર પ્યુરીફાયર રાખવુ સારું રહેશે તે તમામ ચીજો પર ધ્યાન રાખવુ. જેથી કરીને રસોડામાં વધારે સામાન આવી જાય અને તેના પર નજર પણ ન જાય. રસોડું ખુલ્લુ ખુલ્લુ લાગે તેવુ હોવુ જોઇએ. અને તમામ વસ્તુઓ ઘરની લક્ષ્મી એટલે કે સ્ત્રીના હાથમાં હોય છે.

આ વાત ખૂબ સામાન્ય છે પણ મોટે ભાગે સ્ત્રીઓ એને ફોલો કરવાનું ટાળતા હોય છે. જો ખરેખર કોઇ પણ વાનગી બનાવતી વખતે વાસણને ઢાંકીને બનાવશો તો રસોઇ બનાવવામાં લાગતા સમયમાં ઘટાડો થાય છે. અને ગેસના બિલમાં પણ ઘટાડો થાય છે. તમે પોતાનું જ એક નાનું કિચન ગાર્ડન બનાવી શકો છો. ઓછી જગ્યામાં પણ એક નાના ખૂણામાં કે પછી કિચનની વિન્ડોની બહાર બનાવેલા ગાર્ડનમાં તમે તેજાન, વેજિટેબલ્સ વાવી શકો છો. આ એક ઉપયોગી અને મજેદાર કન્સેપ્ટ લાગશે. તમારા કિચનનો વ્યૂ પણ સારો લાગશે. ખાસ કરીને તમે રસોઇમાં ઉપયોગમાં લઇ શકાય તેવા શાકભાજી જો તમે વાવશો તો એક નાનુ એવુ કિચન ગાર્ડન પણ બની જશે અને સાથે જ તમને ઘરમાં જ શાકભાજી મળી રહેશે. ઘરમાં વાવેલા શાકભાજીનો સ્વાદ પણ મીઠો લાગશે અને વાતાવરણ પણ ફ્રેશ રહેશે.તમે જેમ-જેમ રસોઇ બનાવો છો તેમ પ્લેટફોર્મ પર વસ્તુ ભેગી થતી જશે. જેના કારણે તમને કામ કરવામાં મૂઝવણ થશે અને આગળનું કામ પણ તમને નહી સૂઝે. તો જેમ તમે રસોઇ બનાવતા જાવ અને જે વસ્તુની જરૂર પૂરી થઇ જાય એ વસ્તુને તમે એની જગ્યાએ ફરી મૂકી દો. તમે રસોઇ બનાવી લો ત્યારબાદ પ્લેટફોર્મને લિક્વિડ અથવા તો સાબુથી ધોવાનું રાખો જેથી કરીને માખી મચ્છર પણ નહી આવે અને જગ્યા પણ સાફ રહેશે. વાસણ માટે ડ્રોઅર બનાવી લો. ડ્રોઅર એવા બનાવો કે તમારા તમામ વાસણ એમાં આવી જાય. બીજી અન્ય વસ્તુ રસોડાની હળદર, લાલ મરચું, મીઠું, ખાંડ, તજ જેવા તમામ મસાલાઓ દેખાય એ રીતે રાખો. બની શકે તો ડબ્બા પર ચીટ લગાવીને રાખો જેથી કરીને વસ્તુ સરળતાથી મળી જાય. તમે આ તમામ વાતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમારુ રસોડું તમારા ઘરની શોભા વધારશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]