શોર્ટ્સ..બારેમાસ પહેરશો તો પણ નહીં જાય ફેશન

રમીમાં રિલેક્સ થવા માટે જો સૌથી બેસ્ટ ઓપ્શન હોય કે જે પહેરીને તમે રિલેક્સ થઇ શકો તો એ છે શોર્ટ્સ. જી હા, જ્યારે તમે જીન્સ, કુર્તી, લેગિંગ્સ, પ્લાઝો, ટ્રાઉઝર એ તમામ કપડા પહેરીને થાકી જાવ ત્યારે શોર્ટ્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દિવસભર ઓફિસ જઇને જ્યારે ઘરે આવો છો ત્યારે સૌથી પહેલા એમ થાય છે કે ક્યારે શોર્ટ્સ પહેરીને રિલેક્સ થાવ. અને એમાં પણ ઉનાળાની આ ચીપચીપી ગરમી, પરસેવાથી એટલા કંટાળી જવાય છે કે જ્યારે પહેરવા માટે શોર્ટ્સ મળે એટલે હાંશકારાનો અનુભવ થાય છે. આ શોર્ટ્સ તમે બારેમાસ પહેરશો તો પણ આની ફેશન ક્યારેય નહી જાય. જ્યારે તમારુ જીન્સ જૂનુ થઇ જાય અથવા તો એ જીન્સ પહેરીને કંટાળી ગયા હોવ તો તમે એ જીન્સને ઘરે જ કાપીને શોર્ટ્સ બનાવી શકો છો. આમ પણ માર્કેટમાં શોર્ટ્સ માટે ડેનિમ, કોટન, હોઝિયરી, પ્રિન્ટેડ, કાર્ગો જેવા વિકલ્પ છે.સૌથી પહેલા વાત કરીએ જૂનું અને જાણીતુ એવા ડેનિમની, ડેનિમના શોર્ટ્સ તમને બજારમાં રેડી મળી રહે છે. પંરુત જો તમારે ઘર માટે શોર્ટ્સ લેવુ હોય તો ડેનિમનું નવુ શોર્ટ્સ ખરીદવાની જરૂ નથી. કારણ કે ઘરે તમારા ડેનિમના જીન્સ પડ્યા હોય જે જૂના થઇ ગયા હોય તેને તમે કાપીને પહેરી શકો છો. તમે ઘરે જ તેને કટ કરો અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે નીચેથી કટ કરી એને ક્યારેય સીવડાવશો નહી. કારણ કે શોર્ટ્સનો લુક એમાં જ આવશે અને એ થોડુ ફન્કી પણ લાગશે. ડેનિમના શોર્ટ્સ પર લૂઝ ટી-શર્ટ એક અલગ જ લુક આપશે.

બહાર પહેરવા માટે તમારી પાસે બીજો એક ઓપ્શન છે કચ્છી વર્ક શોર્ટ્સ. 2017માં આદીત્ય રોય કપુર અને શ્રધ્ધા કપુરના મુવી ‘ઓકે જાનુ’ના એક ગીત ‘હમ્મા હમ્મા’માં શ્રધ્ધા કપુરે કચ્છી વર્કનું શોર્ટસ પહેરેલુ હોય છે. ત્યારથી આ ફેશન યંગસ્ટર્સમાં ફેવરીટ બની ગઇ છે. પછી તો જાણે કેટલીક યુવતીઓ નવરાત્રીમાં પણ આવા શોર્ટ્સ પહેરવાનું પસંદ કરી રહી છે. આવા શોર્ટ્સ સાથે તમે કચ્છી વર્કવાળી કોટી પણ પહેરી શકો છો. અને જો તમારે એક અલગ જ લુક આપવો હોય તો પોમ-પોમ વાળી ઇયરિંગ્સ પહેરશો તો ખૂબ જ સરસ લાગશે.

હોઝિયરી શોર્ટ્સ કે જે પહેરીને તમે મોર્નિંગ વોક પર જઇ શકો છો. આખા દિવસ ઘરમાં પહેરવુ હોય તો પહેરી શકો છો. આ શોર્ટ્સ પહેરીને જીમમાં પણ જઇ શકો છો. કારણ કે આ શોર્ટ્સ એવા હોય છે કે જે સહેલાઇથી સ્ટ્રેચ થઇ શકે છે. અને આ શોર્ટ્સ કોટન હોવાથી પરસેવાની પણ ઝંઝટ નથી થતી. આવા શોર્ટ્સ સાથે પ્લેન અથવા તો પ્રિન્ટેડ ટી-શર્ટ સારા લાગે છે. જો તમારી પાસે કાર્ગો ટ્રાઉઝર પડ્યા છે તો એને કાપીને તમે કાર્ગો શોર્ટ્સ બનાવી શકો છો. જો કે ઓરિજનલ કાર્ગો પેન્ટનો કલર ગ્રીન કલરનો હોય છે પણ હવે આમાં પણ ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે. આવા શોર્ટ્સ પર કોન્ટ્રાસ્ટ કલરમાં ટી-શર્ટ વધુ સારા લાગે છે.કોટન પ્લેન શોર્ટ્સ બે પ્રકારના હોય છે એક તો જેમાં ઇલાસ્ટિક હોય છે અને બીજુ કે જેમાં કમરના માપના હિસાબે બટન અને ઝીપ આપેલા હોય છે. ઇલાસ્ટિક વાળા શોર્ટ્સ તો તમે ઘરમાં પહેરો તો વધુ સારા લાગશે. ઝીપ અને બટનવાળા શોર્ટ્સ તો તમે ફ્રેન્ડ્સ સાથે બહાર જાવ કે પછી આઉટીંગમાં જાવ ત્યારે પહેરી શકો છો. આ પ્રકારના શોર્ટ્સ પર તમે ફોર્મલ શર્ટ્ પહેરી ઇનશર્ટ કરી શકો છો. કોટન પ્રિન્ટેડ શોર્ટ્સ પર અલગ-અલગ જાતની પ્રિન્ટ કરવામાં આવી હોય છે. આવા શોર્ટ્સ આઉટીંગમાં વધુ સારા લાગે છે. અને આમાં કલર અને પ્રિન્ટનાં ઓપ્શન પણ એટલા બધા ઉપલબ્ધ હોય છે કે મોટાભાગની યુવતીઓ આ શોર્ટ્સ પહેરવાનું વધુ પસંદ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]