કેવી રીતે વધારશો ફેસવેલ્યૂ?

ગ્નની સીઝન છે અને સાથે જ યુવાનોનો મનગમતો દિવસ વેલેન્ટાઇન ડે પણ નજીક આવી રહ્યો છે. વેલેન્ટાઇન ડે ઉજવવાની ઉત્સુક્તા પણ કંઇક વધારે જ હોય છે. ખાસ કરીને યુવતીઓ એ સ્પેશિયલ ડે મનાવવા માટે, સુંદર દેખાવા માટે અનેક પ્રકારની તૈયારીઓ કરતી હોય છે જે તમારી ફેસ વેલ્યૂમાં વધારો કરે છે. તમે ચહેરા પર શું લગાવીને તમારી ફેસવેલ્યૂ વધારો છો તે મહત્વનું નથી. જે તમારી પાસે છે, કોસ્મેટિક્સ વધારો કરે છે કે તેને અજવાળે છે. ચહેરા પરની ચમક, લિસ્સાપણું અને તાજગી માટે શરીરની આંતરિક સંભાળ રાખવી જરૂરી છે.સૌથી પહેલાં તો ત્વચાની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. સુંદર દેખાવાની શરૂઆત ત્વચાની આંતરિક સંભાળથી થાય છે. અઢળક પાણી પીવાથી શરૂઆત કરીને ઓછામાં ઓછા દિવસના આઠ ગ્લાસ પીઓ. ત્વચાને નિયમિતરૂપે ઘસવાથી મૃત કોશો દૂર થઇ જાય. જેથી નવું ભીનાશવાળું સ્તર સારી રીતે આવે. ત્વચાને કોમળતાથી ઘસવા પર ધ્યાન રાખવું. પછી ત્વચા તમે ત્યાં સુધી ન ઘસો કે ત્વચા લાલ થઇ જાય. પ્રોટીન, વિટામીન એ, બી 1, બી 2 થી ભરપૂર શાકભાજી અને ફળો ખાઓ. તમારા ખોરાકમાં ડેરી પ્રોડક્ટ્સ, કઠોળ, અને લીલાં શાકભાજીનો સમાવેશ કરો. ત્વચાને આખો દિવસ સ્નિગ્ધ અને સુંવાળી દેખાવા માટે સંતુલિત ખોરાકની જરૂર છે. તમારા શરીરમાં આખો દિવસ જરૂરી માત્રામાં પ્રવાહી બની રહે તેને ધ્યાનમાં રાખીને પાણી પીવું જોઇએ.

તમે સુંદર દેખાવા માટે મેકઅપ કરો છો શું તે તમારી સ્કીનને અનુરૂપ છે? તમે મેકઅપ ખરીદો તો એ તમારા સ્કીન ટોનને અનુરૂપ ખરીદવો જોઇએ. તમારા ફેસ પર કયા કલરની લિપસ્ટીક સારી લાગશે કે પછી કેવી આઇ લાઇનર સારી લાગશે એ તમામ વસ્તુ તમારા ફેસવેલ્યૂ પર અસર કરે છે. ચહેરા પર લાઇટ મેકઅપ કરશો તો વધુ સારુ લાગશે. ઓરેન્જ જેવા હોટ કલર્સનો ઉપયોગ તમે લિપ્સ્ટીકમાં કરી શકો છો જે આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. અથવા તમે વચ્ચે લાઇટ લિપ્સ્ટીક અને કિનારા પર ડાર્ક લિપ્સ્ટીક લગાવી શકો છો. ચળકાટ માટે લિપગ્લોસથી ફિનિશિંગ કરી શકો છો.

સુંદર દેખાવા આપણી ત્વચા તાજગીભરી સરસ દેખાવી જોઇએ. ત્વચાનું ટેક્સચર એકસરખું ન હોય તો દુનિયાભરના મેકઅપ મળીને પણ તેને છુપાવી નહી શકે. ત્વચાના ચળકાટ માટે સ્પેશિયલાઇઝ્ડ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી શકો. આમ તો ડર્મેટોલોજીસ્ટ સારી રીતે મેકઅપ થઇ શકે તે માટે ટ્રીટમેન્ટની ભલામણ કરે છે. તેઓ ફેશિયલની ભલામણ કરે છે કારણ કે તેનાથી ધાર્યુ પરિણામ મળે છે. દરેકની ત્વચાને માફક આવે એવી ઘણી બધી અલગ જાતની ટ્રીટમેન્ટ હોય છે. આ ટ્રીટમેન્ટ તો બીજા નંબરની વાત છે. પરંતુ આપણે અંદરથી કેવું અનુભવીએ છીએ એનુ પ્રતિબિંબ આપણા ચહેરા પર પડતું હોય છે. આપણે જો અંદરથી ખુશ હોઇએ તો એ ચહેરા પર આપોઆપ દેખાય આવે છે. એટલે હા સારા દેખાવું જરૂરી છે પણ એ તંદુરસ્ત રીતે થાય તો વધુ સારું છે. અને એના માટેનો સિમ્પલ ફંડા છે સારું ખાવું, ભરપૂર માત્રામાં પાણી પીવું, નિયમિત એક્સરસાઇઝ કરવી અને ખુશ રહેવું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]