સેન્સિટિવ અંડરઆર્મ્સની કરો યોગ્ય દેખભાળ

પણા શરીરના કેટલાક ભાગો એવા છે કે જેનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. એવા ભાગો હોય છે કે જે ખૂબ જ સેન્સિટીવ હોય છે. જેમાં અંડરઆર્મ્સનો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકોને શરીર પર ડિઓડરન્ટ વાપરતા કેમિકલ રિએક્શનને લીધે રેશિઝ પડી જતા હોય છે અથવા તો ફોડકી પણ થઇ જતી હોય છે. ત્યારે એવી કેટલીક વસ્તુઓ છે કે જેનાથી તમારે બચવુ જોઇએ. જેથી તમારી ત્વચા કોમળ અને નરમ રહેશે.જો તમે નિયમિત રેઝર વાપરતા હોવ તો એની બ્લેડ પર થોડું વધારે ધ્યાન આપો. શક્ય હોય ત્યાં સુધી બેસ્ટ ક્વૉલિટીની બ્લેડ વાપરવી જોઇએ. સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો માટે ડિસ્પોઝેબલ એટલે કે એક વાર વાપરીને ફેંકી દેવાય એવું રેઝર અને બ્લેડ સારાં રહે છે, જેથી કોઈ ઇન્ફેક્શનનો ડર ન રહે. કારણ કે જ્યારે પણ તમે નૉર્મલ રેઝર વાપરો છો ત્યારે એમાં વાળ તેમ જ સાબુ ભરાઈ જાય છે જે બૅક્ટેરિયાનો ઉત્પન્ન કરે છે. માટે દર અઠવાડિયે બ્લેડ ચેન્જ કરવી જરૂરી છે. જેની ત્વચા સંવેદનશીલ હોય એવા લોકો માટે હેર રિમૂવિંગ માટે વૅક્સ એ સૌથી બેસ્ટ ઉપાય છે. કારણ કે વૅક્સ ચાર કે છ અઠવાડિયે એક વાર જ કરાવવાની જરૂર પડે છે અને આ સમયગાળા દરમ્યાન તમે સ્કિન સાથે ચેડાં નહીં કરો એટલે એ સ્મૂધ અને સૉફ્ટ રહેશે.ડિઓડરન્ટ અને પરફ્યુમ સેન્સિટિવ અન્ડરઆર્મને વધારે ઇરિટેશન આપી શકે છે. જો તમને લાગતું હોય કે કોઈ ડિઓડરન્ટ તમને સૂટ નથી કરતું તો તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરો અથવા ટૅલ્કમ પાઉડર વાપરવો તમારા માટે વધારે સારો રહેશે. કારણ કે ડિઓડરન્ટથી ઘણીવાર રેશિઝ અને ફોડકી પણ થઇ જાય છે. ઉનાળાની વાત કરીએ તો પસીનાથી બગલ થોડી ભીની અને વોર્મ રહે છે. જેને લીધે એ એરીયામાં ફંગલ ગ્રોથ થઇ શકે છે. ત્યારે સ્નાન કર્યા પછી અંડરઆર્મ્સને ટુવાલથી લૂછીને કોરા કરવા જોઇએ. અને એવી જ કોશિશ કરો કે ત્યાં તમને કોઇ ફંગલ ઇન્ફેક્શન ન થાય.

આ સાથે જ અંડરઆર્મ્સની ત્વચા કાળી પડી જાય છે તેવી મહિલાઓની ફરીયાદ રહે છે. તો એના માટે વેક્સનો ઉપયોગ કરશો તો વધુ સારુ રહેશે. વૅક્સિંગ કરવાથી બગલના વાળ મૂળ સાથે નીકળી જાય છે. વૅક્સિંગમાં વૅક્સ ગરમ હોવાથી ડેડ સ્કિનનો પણ નિકાલ થાય છે અને સ્કિન સાફ લાગે છે. વૅક્સિંગ રેગ્યુલરલી કરાવતા રહેવાથી સ્કિનની કાળાશ પણ દૂર થાય છે. અને જો તમારે વેક્સિંગ કરતા પણ ઝડપી પરીણામ જોઇતુ હોય તો પાર્લરમાં જઈને અન્ડરઆર્મ્સમાં બ્લીચ કરાવી શકાય. આ માટે બૉડી-બ્લીચનો વપરાશ કરવો. બ્લીચ તમારી સ્કિનને સૂટ થતું હોય તો જ કરવુ જોઈએ.

સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોએ બ્લીચનો ઉપયોગ ન કરવો જોઇએ. આનો આયુર્વેદિક ઉપચાર પણ થઇ શકે છે. ચંદનના પાઉડરને થોડા પાણી અથવા તો ગુલાબજળ સાથે મિક્સ કરીને આ પેસ્ટ બગલમાં લગાવો અને થોડી વાર ઘસ્યા પછી ઠંડા પાણી વડે ધોઈ નાખો. જો આવુ ન કરવુ હોય તો કાકડીને ખમણીને એનો રસ કાઢો અને એમાં ચપટી હળદર મિક્સ કરો. વધારે સારુ પરીણામ જોઇતુ હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકાય. આ મિશ્રણ અડધો કલાક સુધી બગલમાં લગાવી રાખો અને પછી સાફ પાણી વડે ધોઈ નાખો. તમારી સ્કિન ચમકતી થઈ જશે.