ત્વચાના પ્રકાર પ્રમાણે અપનાવો ફેશિયલ માસ્ક

સુંદર દેખાવા આપણે પાર્લરમાં જઇને આડેધડ પૈસા અને સ્કીનનો બગાડ કરતા હોઇએ છીએ. પણ પાર્લર જતાં પહેલાં  ફેશિયલ, ફેસપેક કે બ્લીચ કરતા પહેલા એ ધ્યાન નથી આપતા કે આપણી ત્વચાને શું માફક આવશે.  કંઇ પણ નવું કરતાં પહેલાં એ જાણો કે તમારી સ્કીન કયા પ્રકારની છે, શું માફક આવશે. તમામ વસ્તુઓ બજારમાં નવી આવે એ દરેક વસ્તુઓ તમારે ઉપયોગ કરવી જરૂરી નથી. કારણ કે એ દરેક વસ્તુઓ એવી નથી હોતી કે જે તમને માફક આવે. સૌથી પહેલાં તો એ જાણો કે તમારી ત્વચા કેવી છે અને કેવા પ્રકારની પ્રોડક્ટ્સ લેવી જોઇએ.

કૉસ્મેટિક પ્રોડક્ટ્સ ત્વચાના ઉપરના લેયરની જ સંભાળ લે છે, જ્યારે ફેશિયલમાં જે ચીજો વાપરો એ ત્વચાના ઉંડાણમાં ઊતરી ત્વચાને નવું રૂપ આપે છે. ફેશિયલ કરવું જરૂરી છે, પણ જો સૂટ ન થાય તો ત્વચાની હાલત વધુ બગડે છે. એટલે જો પોતાને ખબર ન હોય કે કેવું ફેશિયલ સૂટ થશે તો એક્સપર્ટ ઓપિનિયન લેવો અને પછી જ ત્વચા સાથે કોઈ અખતરા કરવા. જો તમારી સ્કીનને ફ્રૂટનું ફેશિયલ સૂટ થતું હોય તો પછી ગોલ્ડનું ફેશિયલ ન કરાવાય. કારણ કે એનાથી તમારી સ્કીનને જ નુક્સાન થશે. અને સ્કીન સારી થવાની જગ્યાએ વધુ બગડશે.

જેમની  સ્કીન સૂકી હોય તેમને નરિશિંગ ક્રીમનો ઉપયોગ કરીને ફેશિયલ મસાજ આપવામાં આવે છે. અહીં મૉઇસ્ચરાઇઝરનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારી સ્કીન ડ્રાય હોય તો એવું ફેશિયલ કરાવવું જેનાથી સ્કીનને થોડુંં ઑઇલ મળતું રહે. તમારા માટે ક્લિન્ઝિંગ, ટોનિંગ અને હાથેથી કે મશીનથી થતા મસાજવાળું નૉર્મલ ફેશિયલ સૂટેબલ રહેશે. તમારી  સ્કીન પર વધુ પડતું સ્ક્રબિંગ લગાવવું યોગ્ય નથી કારણ કે એનાથી તમારી  સ્કીન વધુ ડ્રાય બની જશે.

જેમની  સ્કીન તૈલી એટલે કે ઑઇલી હોય તેમના માટે મૉઇસ્ચરાઇઝરવાળી ફેશિયલ મસાજ ક્રીમ વાપરવી યોગ્ય નથી. ઑઇલી ત્વચા માટે કરવામાં આવતા ફેશિયલમાં ડીપ ક્લિન્ઝિંગ, એક્સફોલિએશન, ટોનિંગ, માસ્ક અને પ્રોટેક્શન જેવાં સ્ટેપ્સનો સમાવેશ કરવામાં આવે છે. બીજી એક પ્રક્રિયામાં ત્વચામાં રહેલું વધારાનું તેલ કાઢવામાં આવે છે અને રોમછિદ્રોને બંધ કરી દેવામાં આવે છે જેનાથી તમારી સ્કીન સૉફ્ટ અને મુલાયમ બને છે. નૉર્મલ અને ઑઇલી સ્કીન માટે પર્લ, સિલ્વર, ગોલ્ડ જેવાં ફેશિયલ ફાયદાકારક રહે છે.

હવે વાત એવી સ્કીનની કે ઓઇલી પણ છે અને સૂકી પણ છે. ત્યારે તમારે શું કરવું જોઇએ. આવી સ્કીનને આમ તો કોઇ પ્રોબ્લેમ નડતાં નથી. પરંતુ આવી ત્વચાની સંભાળ થોડી ધ્યાનથી લેવી પડતી હોય છે. કારણ કે આ સ્કીનમાં ઑઇલી અને ડ્રાય એમ બંને પ્રકારના ટીશ્યુ હોય છે ત્વચાને ક્લિન કર્યા બાદ ત્વચાના સૂકા એરીયાને મસાજ કરવામાં આવે છે અને ત્યાર બાદ ત્વચાનું ટોનિંગ કરવામાં આવે છે. કૉમ્બિનેશન સ્કીન માટે રોઝ બેઝ્ડ ટોનર વાપરવું યોગ્ય રહેશે. તમારા માટે પ્લૅટિનમ ફેશિયલ, જેમ થેરપી જેવા સ્કીનને વધુ ઇમ્પ્રૂવ કરનારાં ફેશિયલ ફાયદો કરે છે. ક્રીમ પણ વિટામિનથી ભરપૂર હોય એવું જ વાપરવું જોઇએ.

ફેશિયલથી સ્કીનને ફાયદો થાય છે જેથી અમુક ઉંમર થાય એટલે કરાવવું જ જોઇએ.  પ્રોફેશનલ ક્લિન્ઝિંગ, એક્સફોલિએટિંગ અને ટોનિંગ એ ફેશિયલનો જ ભાગ છે અને એટલે જ આ ટ્રીટમેન્ટથી ત્વચાની યુવાની કાયમ રહે છે. ફેશિયલથી વૃદ્ધત્વ પાછળ ધકેલાય છે અને ત્વચા પર કરચલી, ફાઇન લાઇન્સ જેવી તકલીફ થતી નથી. એના લીધે સ્કીન પણ સૉફ્ટ રહે છે. ફેશિયલમાં કરવામાં આવતા મસાજને કારણે ત્વચા અને ચહેરાના સ્નાયુઓ ટોન્ડ રહે છે જેના લીધે ત્વચાની ઇલૅસ્ટિસિટી વધે છે અને રિલૅક્સ થવાય છે. ફેશિયલથી બ્લડ સક્યુર્લેશન વધે છે અને ચહેરાના ટિશ્યુ સ્ટ્રૉન્ગ બને છે જેના લીધે સ્કીન પણ સારી રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]