સૌંદર્યબાધક પરેશાનીનો છૂટકારો આમ મળશે…

હિલાઓએ દરેક અવસ્થામાં પોતાનું સૌંદર્ય જેવું છે તેવુ યથાવત રાખવું મુશ્કેલ છે. એવા ઘણાબધા પરિબળો અને કારણો છે જે તમારા સૌંદર્યમાં ડાઘ સમાન છે. જેમ કે વાત કરીએ અપર લિપના વાળ, મહિલાઓ માટે અપર લિપના વાળ સૌથી મોટી પરેશાની છે. અપર લિપના વાળના કારણે લિપસ્ટિકથી પણ હોઠ સારા નથી લાગતાં.લિપસ્ટિકની જગ્યાએ અપર લિપ વાળો હોઠ ઉપરનો કાળો ભાગ હાઇલાઇટ થતો હોય છે. અને ઘણીવાર મહિલાઓએ આના કારણે શરમમાં પણ મૂકાવુ પડતુ હોય છે. અને અપર લિપના વાળ કાઢવા માટે રોજે રોજ પાર્લર જવુ પણ શક્ય નથી. ઘણીવાર એવુ પણ બને છે કે રોજિંદા વ્યસ્ત જીવનમાં સમય નથી હોતો કે તમે અપર લિપ કરાવવા માટે પાર્લરમાં જઇ શકો. એટલે મહિલાઓ અપર લિપ કરાવવાનું ટાળતી હોય છે અને ધીમે-ધીમે એ વધી જતી હોય છે. તમે અપર લિપ કરવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ જાણવુ પણ જરૂરી છે. કારણ કે એનાથી પણ તમારા અપર લિપના વાળનો ગ્રોથ હોય છે. જો તમે અપર લિપ પર શેવિંગ કરશો તો વાળ ખૂબ જલદી અને જાડા આવશે. હેર રિમૂવર ક્રીમની મદદથી અપર લિપના વાળ કાઢશો તો એટલા ભાગની સ્કીન જલદીથી કાળી પડી જશે. એટલે આ બંને પદ્ધતિ કરતા સૌથી સરળ અને સારી પદ્ધતિ છે થ્રેડિંગ અને વેક્સિંગ. પરંતુ જો કોઇ ત્યાં વેક્સિંગ ન કરાવી શકે, વધુ પડતુ ખેંચાતુ હોય તો થ્રેડિંગ કરી અપર લિપના વાળથી છૂટકારો મેળવી શકો છો. આ સિવાય કેટલાક ઘરગથ્થુ નુસખાથી પણ અપર લિપના વાળ દૂર કરી શકો છો.અપર લિપના વાળ હટાવવા માટે ચણાનો લોટ સૌથી સારો વિકલ્પ છે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધના મિક્સ કરી પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને હોઠ પર લગાવી દો અને સૂકાય જાય પછી આંગળીને ભીની કરી ઘસી નાખો. હોઠની ઉપર જે દિશામાં વાળ હોય તેની અલગ દિશા તરફ આંગળીથી ઘસો. ધીમે-ધીમે અપર લિપના વાળ ઓછા થતા દેખાશે. ચણાનો લોટ અને હળદર ચહેરા માટે પણ સારા છે. જો ચહેરા પર પણ તમારે નાના-નાના વાળ હોય તો તમે ચહેરા પર પણ આ લગાવી શકો છો. આમ પણ હળદરને સૌંદર્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. આ જ રીતે તમે દૂધમાં હળદરને મિક્સ કરીને પાતળી પેસ્ટ તૈયાર કરી દો. આ પેસ્ટને વધુ માત્રામાં તમારા હોઠ પર લગાવો જેથી હોઠ ઉપરના વાળ ઓછા થઇ જશે. જો તમારે દૂધ સાથે પેસ્ટ ન બનાવી હોય અથવા તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો પાણી સાથે પણ પેસ્ટ બનાવી શકો છો.

લીંબુ અને મધ પણ ચહેરા માટે ખૂબ જ ઉપયોગી છે. એક ચમચી ઓટમીલ સાથે એક ચમચી મધ અને લીંબુના રસને મિક્સ કરી દો. ત્યારબાદ પેસ્ટને અપર લિપ પર લગાવો. પેસ્ટ લગાવીને 15થી 20 મિનિટ રાખ્યા બાદ વાળ છે તેની વિરુદ્ધ દિશામાં આંગળીથી રાઉન્ડમાં મસાજ કરો. થોડીવાર આ રીતે મસાજ કર્યા પછી હૂંફાળા પાણીથી ધોઇ લો. આનાથી તમારા અપર લિપના વાળ દૂર થઇ જશે. આ તમામ એવી વસ્તુ છે કે તમને બજારમાંથી સહેલાઇતાથી મળી જશે. અન્ય એક ઘરગથ્થુ ઉપાય તમે કરી શકો છો. સામાન્ય રીતે આપણે લીંબુ અને સંતરાને ખાઇને એની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ એનો સુંદરતા નીખારવા માટે ઉપયોગ થઇ શકે છે. સંતરા અને લીંબુની છાલને સૂકવીને પીસી લો. ત્યારબાદ સંતરા અને લીંબુની છાલનો એક-એક ચમચી પાઉડર લો. આ પાઉડરમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવી તેને અપર લિપ પર લગાવો. તે સૂકાય નહી ત્યાં સુધી રહેવા દો અને ત્યારબાદ તેેને પાણીથી ધોઇ નાખો.

અપર લિપના વાળ હટાવવા માટે વેક્સિંગની પદ્ધતિમાં વધુ ખેંચાતુ થતુ હોય છે. તો જો તમારે વેક્સિંગ ન કરાવવુ હોય તો તમે સાકર અને લીંબુની પેસ્ટ દૂધમાં મિક્સ કરીને હોઠ પર લગાવો. પેસ્ટ સૂકાય નહી ત્યાં સુધી રાખો. સૂકાય ગયા બાદ આંગળી ભીની કરીને ઘસી કાઢો. આનાથી તમને તરત જ પરિણામ મળશે. કાચુ પપૈયુ પણ મદદરૂપ થશે.કાચા પપૈયાને સ્મેશ કરીને પેસ્ટ બનાવી અડધી ચમચી હળદર મિક્સ કરો. પેસ્ટને હોઠ પર લગાવી 15 મિનિટ સુધી મસાજ કરીને પાણીથી ધોઇ નાખો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]