ચાર્મિંગ પ્લસ ચેલેન્જિંગઃ વુમન ઇન સ્પોર્ટ્સ હરિની રાણા

ણાં ક્ષેત્રોની કારકિર્દી ચાર્મિંગ હોય છે અને અમુક ક્ષેત્ર એવા પણ છે જે ચાર્મિંગ પ્લસ ચેલેન્જિંગ છે. પત્રકારત્વ કોઇપણ ક્ષેત્રનું હોય આ લાગુ પડે છે. યુવતીઓ માટેના ગણાતાં ક્ષેત્રમાં આ ફિલ્ડ છે, પણ તેના કેટલાક કવરેજ એરિયા એવા છે જેમાં પુરુષાધિપત્ય આજની તારીખમાં જોવા મળે. મીડિયા વર્લ્ડના એવા જ એક એરિયા સ્પોર્ટ્સ વર્લ્ડમાં જ્યારે દાયકા પહેલાં કોઇ યુવતી નામ કમાઇ હોય તો હરખની વાત છે. યુવા ટેલેન્ટમાં આપને રુબરુ કરાવીએ છીએ વુમન ઇન સ્પોર્ટ્સ પરસોના હરિની રાણા સાથે. આવો માણીએ ચિત્રલેખા ડોટ કોમના અમદાવાદ બ્યૂરોના વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલે લીધેલી મુંબઇ સ્થિતિ હરિની રાણા સાથેની આ મુલાકાત…

 

પરિચય ભૂમિકાઃ  મહારાષ્ટ્રના તારાપુરના રાણા પરિવારના હરિનીના પરિવારમાં માતા પૂર્ણિમાબહેન, પિતા નવીનચંદ્ર અને મોટી બહેન ખ્યાતિ છે. જોકે હવે તો મુંબઇ જ દાયકાઓથી વતન બની ચૂક્યું છે. હરિનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ માસ મીડિયા કર્યું છે.

હરિની માટે વળાંક ત્યારે આવ્યો જ્યારે ડ્રીમ જોબ કમર્શિયલ પાઇલોટ બનવાની ઇચ્છા આર્થિક સંજોગોને લઇને બાજુમાં મૂકવાની થઇ.. બીજું મનમાં એ પણ સ્પષ્ટ હતું કે એન્જીનિયર નથી બનવું. તેમની મોટી બહેન ખ્યાતિ સોફ્ટવેર એન્જીનિયર છે. એ પણ નક્કી હતું કે તેમને ડૉક્ટર પણ નથી બનવું. સ્પોર્ટ્સ ઇન્ટરેસ્ટ અને ટ્રાવેલ અરાઉન્ડ વર્લ્ડ ખૂબ આકર્ષિત કરતાં ક્ષેત્ર લાગતાં હતાં. જોકે આ ટ્રાવેલિંગ સ્પ્રીની ઇચ્છાપૂર્તિ અન્ય રીતે જર્નલિસ્ટની ભૂમિકામાં પણ પૂર્ણ તો થઇ જ કે જ્યાં ખૂબ ફરવું પડતું હોય છે ત્યાં પેશન તરીકે કામ લાગ્યું.

હરિનીનો પરિવાર રામાયણી કથાકાર મોરારિબાપુના નિકટ સાંનિધ્યમાં રહેલો છે. બાપુ તેમને ત્યાં પધરામણી કરી ચૂક્યાં છે. એક સમયે, 1999માં વેકેશન ટાઇમ હતો ત્યારે બાપુના કહેવાથી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જોવા ગયાં, આ પ્રવાસમાં મોરારિબાપુ કારણભૂત હતાં કેમ કે તેમણે સ્પોર્ટ્સમાં રસ લેવા ઉત્સાહિત કર્યાં અને માતાપિતાને કહ્યું કે તેને જવા દો, હરિની માને છે કે તેની સ્પોર્ટ્સ કેરિયરમાં જવાનું અહીં બી રોપાયું હતું. મુંબઇ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ માસ મીડિયા કર્યું ત્યારે ફોક્સ હતું કે વીમેન્સ ઇન સ્પોર્ટ્સ ચેનલમાં કશું અચીવ કરવું છે. અને એ નિર્ધારિત લક્ષ્ય તરફની દિશા પકડી રાખી. અલગ અલગ તબક્કે અલગ અલગ જોબ ચેન્જ કર્યાં. અભ્યાસના તબક્કે જ ફ્રીલાન્સ જોબ પણ શરુ કરી દીધી હતી. હરિની સ્પોર્ટ્સ ફિલ્ડમાં લંબી રેસમાં ટકી શક્યાં તેની પાછળ અફકોર્સ  તેમનું હાર્ડ વર્ક એકએક ઇન્ટરવ્યૂ માટેની કલાકોના લાઇનઅપ અને મેનેજમેન્ટ, કન્વીન્સ ટ્રાય, ટ્રાવેલિંગ, સ્ક્રિપ્ટ પરની પકડ, સ્કૂપ બહાર લાવવાની રણનીતિ, પ્લેયર્સ સાથેના સારા કોમ્યૂનિકેશન્સ, મચમચ ટ્રાવેલિંગ અરાઉન્ડ વર્લ્ડ, રમતજગતનું થીયરીથી લઇ મેદાન પરનું નોલેજ…એવી ઘણીબધી ક્ષમતાઓ આ સફળતાની પાછળનું પીઠબળ છે.

મેસેજ ફોર ગર્લ્સ

સ્પોર્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી અપકમિંગ યુવતીઓને હરિની કન્સેન્ટફુલ મેસેજ આપે છે કે ‘આ ક્ષેત્રમાં ઘણીબધી તકો છે. જેને જાણો. એક પરસેપ્શન છે કે તમે એથ્લિટ હો તો સ્પોર્ટમાં રહી શકો. પણ એવું નથી. જે ગોલ રાખ્યો હોય તેના પર ફોક્સ રહો. ચેલેન્જીસ ઘણી આવશે તેને અવરોધ નહીં તક તરીકે જુઓ. ફેઇલ્યોરને મગજમાં જગ્યા જ નથી આપી જેને લઇને હું સક્સેસ છું એવું હું માનું છું. એ માનું છું કે વુમન ઇન સ્પોર્ટ ઇઝ નોટ અન ઇઝી..તમારું સ્પોર્ટ્સ કેરિયરનું ડેડિકેશન હોવું જોઇએ અને તેમાં ભળવું જોઇએ હાર્ડ વર્ક..આ એજ તત્વ છે કે જે તમને સાતત્ય આપી શકે. તેમાં કોઇ શોર્ટ કટ છે જ નહીં, આ એક સતત થતી રહેતી પ્રક્રિયા છે. જે યુવતીઓને સ્પોર્ટમાં જવું છે તો તેમાં ઘણાં બધાં ઓપ્શન્સ છે. એવું નથી કે તમે એથ્લિટ છો તો જ તમને તક છે. હરિની સલાહ આપે છે કે તમને સ્પોર્ટ્સમાં કંઇ કરવું હોય અને જે પણ તમારું ફોકસ હોય, અગર તમે તેના પર એકધ્યાન રહેશો તો ચેલન્જીસ ઘણી આવશે પણ તમે તેને તક તરીકે જોશો.’

આંતરરાષ્ટ્રીય ઓળખ આપતું ઓસ્ટ્રેલિયા હેપનિંગ

આ પ્રશ્નના જવાબ આપતાં હરિની અત્યંત પ્રસન્ન અને નમ્ર મુદ્રામાં જણાવે છે.. આ મોકો 2011માં મળ્યો.

ક્રિકેટજગતમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ સ્પોર્ટિંગ કેપિટલનો રુતબો ધરાવે છે. અહીં તમે એઝ અ જર્નલિસ્ટ કામ કરવા જાઓ છો તો એ સ્વયં સાબિતી છે કે તમે કશુંક અચીવ કર્યું છે તો તમે અહીં છો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ હરિની પર સ્ટોરી કરતાં ‘કાંટાઓ વચ્ચે ખીલેલાં ગુલાબ’ની ઉપમા આપી હતી. અગ્રણી અંગેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉ તરફથી ચીફ ક્રિકેટ કોરસપોન્ડન્ટ તરીકે ગયાં હતાં. હરિનીને એક સન્માનીય જર્નલિસ્ટને મળે એવું જ માનસન્માન ઓસ્ટ્રેલિયન મીડિયાએ આપ્યું હતું. તેના જેવું જ માન ભારતીય ક્રિકેટ ટીમે પણ આપ્યું હતું.

મોમેન્ટ કવરેજ

પ્લેયર્સ સેલિબ્રિટીઝના મૂડસ્વીંગ્ઝ અને તેમની પસંદનાપસંદ કવરેજમાં સામે ન આવે તેવું તો બને નહીં. તેઓનું કેવું ચરિત્રચિત્રણ કરો છો તેના વિશે તેઓ તમને ટીકાટીપ્પણ કરતાં હોય છે અને તે પ્રમાણે તમારા કામને પ્રભાવિત કરવાના સંજોગો ઊભાં થતાં હોય છે. જો નેગિટવ ન્યૂઝ આપવાના હોય તો ખાસ રીએક્શન મળે છે નારાજગીનો સામનો કરવો પડે છે તેની સાથે કામ પાર પાડવું મોટો પડકાર હોય છે. હરિનીએ એવા સ્કૂપ પણ કર્યાં છે જેનાથી પ્લેયર્સની નારાજગી સામે આવી હોય અને ડ્રેસિંગરુમ સુધી વાત પહોંચી હોય. અને એવું પણ બન્યું છે કે રૉ ટેપ્સ પ્લેયર્સને બતાવવી પડી હોય.

ખેલચાહક તરીકેની યાદગાર ઘટના

હરિની માટે આજની તારીખમાં મોસ્ટ ફેવરિટ મેચ બની રહી છે 2011 વર્લ્ડ કપ-વાનખેડે સ્ટેડિયમની જીત. કારણ કે 2007ના વર્લ્ડ કપમાં ભારત પહેલાં રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ ગયું હતું અને ભારતીય ટીમ પ્રત્યે સતત મહેણાંટોણાંની નારાજગીનો, ક્રિકેટપ્રેમીઓમાં ગુસ્સાનો વાવર હતો. ક્રિકેટરોના ઘર પર વિરોધ પથ્થર ફેંકવાના બનાવ બન્યાં હતાં. એટલે એ બધું જોયાં બાદ 2011નો વર્લ્ડ કપ જીતતાં જુઓ તે મોસ્ટ હેપી મોમેન્ટ હતી. અનેક ક્રિકેટર્સે આપેલી હસ્તાક્ષર સહિતની કેપ, બેટ, બોલ સહિતની ઘણી ભેટ પણ શામેલ છે હરિનીના કબાટમાં.

સ્ટ્રેસ બસ્ટર થિંગ્ઝ

મેચ જોવી, ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ, આઉટિંગ, મોરારિબાપુની કથા સાંભળવી, જરુરિયાતમંદો માટે મદદનો હાથ લંબાવતાં ચેરિટી વર્ક કરવું હરિની માટે સ્ટ્રેસમાંથી મુક્ત થવાની મુખ્ય પ્રવૃત્તિઓ છે. તેમણે નેપાલ પૂરમાં ફેમિલી એન્ડ ફ્રેન્ડઝ દ્વારા સતત એક વીક સુધી સહાયતા પહોંચાડી હતી. આ ઉપરાંત એક એનજીઓ સાથે રહીને પણ અનેક કાર્યોમાં પ્રવૃત્ત રહે છે.

પડકાર એક આ છે…

હરિનીની દ્રષ્ટિએ ભારતમાં સ્પોર્ટ્સનું કલ્ચર નથી એ મોટો પડકાર છે. સ્પોર્ટ્સ પરસન બનો તો જ એક જોબ ગણાય છે. છોકરી છે એને રમતગમતના નિયમો કે એથિક્સ કે ફોર્મેલિટીની શું ખબર પડે તેવા પ્રકારનું પ્રચલન વધુ છે. છોકરીઓ આ ફિલ્ડમાં છે તો પુરુષ જર્નલિસ્ટથી વધુ સારું કામ કરી શકે તેવું પરસેપ્શન નથી. છોકરીની મહેનત સામે નથી જોવામાં આવતું કે ડ્યૂ રીસ્પેક્ટ નથી દેખાતો. સમાન નજરે નહીં અલગ માપદંડ સાથે દેખવામાં આવે છે મહિલા જર્નલિસ્ટની વિષય પરની પકડ, કામ કરવાની શૈલી વિશે કોમેન્ટ્સ સાંભળવા મળતી રહે છે હરિની તેને ઓવરલૂક કરવાની સલાહ આપતાં કહે છે કે આવો અનુભવ થાય તો માનો કે તમે કંઇક તો સારું કરી રહ્યાં છો.

હરિની હાલમાં આઈએમજી રીલાયન્સ સ્પોર્ટસમાં કન્ટેન્ટ સ્ટ્રેટજીમાં કામ કરે છે. નાના ટાઉન્સમાં કે જ્યાં સ્થાનિક કક્ષાએ સ્પોર્ટમાં સારો દેખાવ કરતાં હોય તેવા યંગસ્ટર્સને પિછાણવા અને તેમને વધુ યોગ્ય તાલીમ આપી સ્પોર્ટ ફિલ્ડમાં ભવિષ્યની આશા તરીકે તૈયાર કરી દેશ સમક્ષ મૂકવાનો તેમાં આશય છે. એસ્પાયરિંગ ખેલાડીઓના કરિયર પ્રોસેસમાં આ રીતે હરિની મહત્ત્વનો ભાગ આ પ્લેટફોર્મ પરથી ભજવી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]