લગ્ન પહેલાં વેઇટલૉસ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ…

ગ્નમાં કોણ સુંદર દેખાવવા નથી માંગતુ? પછી એ લગ્ન પોતાના હોય કે બીજાના દરેક લોકો ઇચ્છે છે સુંદર દેખાવવું. એકવાર લગ્નની તારીખ નક્કી થાય કે તરત જ યુવતીઓ સ્કિન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ કરાવવા લાગે છે. છેલ્લા ઘણાં વર્ષોથી પ્રિ-બ્રાઇડલ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ ચાલતો આવ્યો છે. પરંતુ હવે આ પ્રકારની  ટ્રીટમેન્ટમાં એક નવુ એડિશન પણ થયુ છે જે છે વેઇટલૉસ ટ્રીટમેન્ટ. લગ્નમાં સારા દેખાવવા માટે હવે સ્કિન ટ્રીટમે્ટ બાદ વજન ઘટાડવા માટે પણ ટ્રીટમેન્ટ આવે છે. લગ્નમાં જો કમરથી નીચે ચોલી પહેરવાનો વિચાર હોય તો પેટની ચરબી ઓછી કરવી જ પડશે. ત્યારબાદ ફોટામાં પણ ચરબીના થર દેખાય એવી તમારી ઇચ્છા નહીં જ હોય  અને એટલા માટે જ હવે પ્રિ-બ્રાઇડલ ટ્રીટમેન્ટમાં વેઇટલૉસ ટ્રીટમેન્ટ અત્યારે ટ્રેન્ડમાં છે.લગ્ન પહેલા યુવતીઓને એવુ લાગતુ હોય છે કે તેનુ ફીગર એકદમ પરફેક્ટ છે. અને તે કાંઇ પણ પહેરશે દરેક વસ્તુ તેના પર સારી જ લાગશે. પરંતુ સગાઇ થયા બાદ અચાનક તેમને પોતાનું વજન વધારે લાગવા લાગે છે. પોતાનું વજન ખૂબ વધુ છે, ચરબી વધી ગઇ છે, પેટ વધી ગયુ છે એવુ વિચારવા લાગે છે. બસ ત્યારબાદ કાંઇ જ વિચાર્યા વગર ડાયટ પર ઉતરી જાય છે. કોઇપણ વસ્તુ ખાતા પણ ડરે છે કે આ ખાઇશ તો મારું વજન તો નહી વધી જાય ને. જો કે એવુ પણ બને છે કે સામેવાળા પાત્રને તમારા દેખાવથી કોઇ જ વાંધો નથી હોતો. પરંતુ પાતળા દેખાવવુ, ડાયટ કરવુ ક્યારેક ગેરમાર્ગે પણ દોરી જતુ હોય છે.સામાન્ય રીતે મોટા ભાગની યુવતીઓમાં વજન ઘટાડવાની ઘેલછા હોય છે. લગ્નના આઉટફીટમાં સુંદર હીરોઇન જેવા લુકમાં પોતાને જોવા માગતી હોય છે. જેના કારણે ઘણી બધી યુવતીઓ પોતાનુ વજન ઉતારી દેતી હોય છે. લગ્નમાં સૌ કોઇની નજર બ્રાઇડ અને ગ્રુમ પર જ હોય છે. અને એમાં પણ ખાસ કરીને બ્રાઇડ પર વધુ ધ્યાન આપવામાં આવતુ હોય છે. કેટલીક વાર એવુ પણ બને છે કે વજનને લઇને યુવતી કે યુવકને કોઇ જ વાંધો ન હોય પરંતુ સગા સંબંધીઓ આવીને વજનને લઇને યુવતીને મેણા ટોણા મારતા હોય છે. જેને યુવતીઓ એકદમ ગંભીરતાપૂર્વક લઇને સખ્ત ડાયટીંગ પર ઉતરી જતી હોય છે.યુવતીઓ પોતાની રીતે ડાયટીંગ કરવા લાગે છે જેના કારણે ઘણીવાર હેલ્થના પ્રોબ્લેમ થાય છે. આ રીતે ન થાય એ માટે ઘણા સ્લિમિંગ સેન્ટર છે બ્રાઇડ્સને વજન ઘટાડવા માટે મદદ કરે છે. આવા સેન્ટર પ્રિ-બ્રાઇડલ પેકેજમાં વજન ઘટાડવાનો ભરોસો આપે છે. આ પ્રકારના સેન્ટરમાં મોટા ભાગની એવી જ યુવતીઓ જાય છે જેમના લગ્ન નજીકમાં જ હોય અને વજન ઘટાડી પોતાના લગ્નમાં સુંદર દેખાવા માગતી હોય છે. એવુ નથી કે લગ્નમાં ફક્ત બ્રાઇડ જ વેઇટલૉસનું વિચારતી હોય છે. પરંતુ બ્રાઇડ અને ગ્રુમની બહેન, કાકી, માસી, મામી બધાં જ વેઇટલૉસના મિશનમાં સામેલ હોય છે.વજન ઘટાડવા માટે અને સ્કિન સારી રાખવા માટે યુવતીઓ પોસિબલ અને પોતાના માટે ઇમ્પોસિબલ હોય એવી દરેક વસ્તુઓની કોશિશ કર્યા કરે છે. જો તમારા લગ્ન નજીકમાં જ હોય તો બિલકુલ તમારે વજન ઘટાડવા માટે મહેનત કરવી જ જોઇએ પરંતુ એ વેઇટલૉસ ટ્રિટમેન્ટ તમારા સ્વાસ્થ્ય પર અસર ન કરે એનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.