આધુનિક દેખાવ આપશે આ ભારતીય પરિધાન

ન્ડિયન આઉટફિટ્સની વાત કરીએ તો આપણને તરત લગ્ન, પાર્ટી જેવા ફંક્શન  યાદ આવે છે. કારણ કે એ એવા કપડા છે કે જેને આપણે આવા ફંક્શનમાં જ પહેરી શકીએ છીએ.પરંતુ હવે રોજબરોજ પણ તમે ઇંડિયન આઉટફિટ્સ પહેરીને મોર્ડન લુક અપનાવી શકો છો. આમ તો યુવતીઓને રોજ ભારતીય પોશાક પહેરવુ, દુપટ્ટો સંભાળવો મુશ્કેલ લાગે છે. એટલે ઓફીસ જતા, કોલેજમાં કે પછી ક્યારેક બહાર જતા યુવતીઓ ઇંડિયન આઉટફિટ્સ પહેરવાનું ટાળતી હોય છે. પરંતુ અત્યારે એવા ફેશનેબલ ઇંડિયન આઉટફિટ્સ ફેશનમાં છે કે તમને એ જોઇને જ પહેરવાનુ મન થઇ જશે. જે તમે રોજીંદી લાઇફમાં, ઓફીસ જતી વખતે, કોલેજમાં પહેરી શકો છો. સમયની સાથે-સાથે ભારતીય પોશાકમાં એવા બદલાવ થયા છે કે પરંપરા પણ જળવાઇ રહે અને સાથે ફેશનેબલ પણ લાગે.સલવારને કુર્તાની સાથે પહેરવાની ફેશન તો હવે ઘણી જૂની થઇ ગઇ છે. સલવાર સાથે અન્ય પણ ઘણા એક્સપેરિમેંટ્સ કરવામાં આવ્યા છે. હાલમાં ફેશનમાં ખૂબ જ ચાલી રહી છે એવી લેગિંગ્સની સાથે ફ્લેયર્ડ પેંટ્સ, સ્ટ્રેટ પેંટ્સ, મેન સ્ટાઇલ પેંટ્સ, ટ્રાંસપેરંટ યેલર્ડ પેંટ્સ, એંકલ લેંથ, ક્યૂલૌટ્સ અને પ્લાઝો એ તમામે સલવારની જગ્યા લીધી છે. ફિલ્મમાં સેલિબ્રિટીઝની સ્ટાઇલ હોય છે એ લોકો ખૂબ ઝડપથી અપનાવી લેતા હોય છે. ખાસ કરીને કોલેજ ગર્લ્સ આ સ્ટાઇલને ખૂબ ઝડપથી અમલમાં ઉતારે છે. કુર્તાની લેંથ, સ્ટાઇલ, ડીઝાઇનમાં અનેક ઘણા બદલાવ આવ્યા પરંતુ બોટમ્સમાં સલવાર, ચુળીદાર સલવાર (લેગિંગ્સ) જ લોકોની પસંદ બની રહી છે. કારણ કે આજની ફ્યૂઝન સ્ટાઇલમાં કુર્તીની જગ્યાએ બોટમ્સ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. જો કે બોટમ્સને એટ્રેક્ટિવ લુક આપવા માટે અલગ-અલગ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે બોટમ્સને માત્ર કુર્તી નીચે જ નહી પરંતુ ટોપ્સ નીચે પણ પહેરવામાં આવે છે.જો તમને એ પ્રશ્ન હોય કે બજારમાં તો અનેક ઘણા બોટમ્સ મળે છે કયા બોટમ્સને શેની સાથે ક્લબ કરવુ તો એના માટે ઘણા વિકલ્પ છે. ધોતી સ્ટાઇલ હેરમની સાથે કેડીયા સ્ટાઇલનું ટોપ પહેરી શકો છો. તો પ્લાઝોને તમે ક્રોપ ટોપ અથવા તો લોંગ કુર્તી સાથે પહેરશો તો તમને પરફેક્ટ કેઝ્યુલ લુક મળશે. સ્ટ્રેટ પેંટ સ્ટાઇલ અથવા તો શિગાર પેંટને તમે શોર્ટ અને લોંગ કુર્તી સાથે ક્લબ કરી ઓફીસ પહેરીને જઇ શકો છો. ફારસી પાયઝામા અને શોર્ટ કળીદાર કુર્તીનું સ્ટાઇલિશ કોમ્બિનેશન છે. ક્યૂલોટ્સને પણ શોર્ટ નીલેંથ સુધીની કુર્તી અને ટોપ્સ સાથે પહેરી શકાય છે.

બોટમ્સ સિવાય આ સમર સિઝનમાં એવા પણ કેટલાક આઉટફિટ્સ છે જે તમને મોર્ડન લુકની સાથે વેસ્ટર્ન ટચ પણ આપશે. મીડ કફ લેંથ ડ્રેસ તમે લેગિંગ્સ સાથે પણ પહેરી શકો છો અને વન પીસની જેમ પણ પહેરી શકો છો. આ ડ્રેસની લેંથ ઘૂંટણથી થોડી નીચે સુધીની હોય છે. જેથી તમે આ ડ્રેસને ઓફીસમાં પણ પહેરી શકો છો. સિમેંટ્રિકલ ટોપ્સ અત્યારે ખૂબ ટ્રેંડમાં છે. જો તમે પરફેક્ટ લુક મેળવવા માગતા હોવ તો તમે આને મેચીંગ બોટમ્સ સાથે પહેરી શકો છો. આવા ટોપ્સ તમે હેરમ પેંટ્સ, ઘાઘરા, પ્લાઝો, ચુળીદાર સાથે સારા લાગે છે. જેથી કરીને ડેનીમ કે ટ્રાઉઝર સાથે પહેરીને આનો લુક ન બગાડશો. અન્ય વાત કરીએ તો લોંગ કુર્તી અને એંકલ લેંથ પેંટ્સનું કોમ્બિનેશન પણ યુનિક લુક આપે છે. પરંતુ આવા પ્રકારના ડ્રેસમાં કલર અને પ્રિંટનું સિલેક્શન કરવામાં ધ્યાન આપવુ પડે છે.

ઘાઘરા-ચોલી ભારતના પારંપરિક વસ્ત્રો છે અને આની ફેશન ક્યારેય પણ આઉટ નહી થાય. પરંતુ આ પહેરવા માટે ખાસ ફંક્શનની રાહ જોવાતી હોય છે. પરંતુ ફેશન ઇંડસ્ટ્રીઝે આ ટ્રેડને પણ બદલી નાખ્યો છે. આ ડ્રેસમાં થોડો ઘણો બદલાવ લાવીને લોંગ સ્કર્ટ અને ટોપમાં બદલી નાખ્યા છેે. અને હવે આ ડ્રેસને કેઝ્યુઅલ વેરમાં ગણવામાં આવે છે. ઓફીસમાં પણ યુવતીઓ આરામથી લોંગ સ્કર્ટ અને શોર્ટ કુર્તી પહેરી શકે છે. અને જો વધુ સ્ટાઇલિશ લુક આપવા માટે મેંચીંગ સ્કાર્ફ પણ નાખી શકો છો.