#metoo એટલે નારીશક્તિનો જયજયકાર

સૉશિયલ મીડિયા કૅન ચેન્જ યૉર લાઈફ – સૉશિયલ મીડિયાનું પ્લૅટફૉર્મ તમારી જિંદગી બદલી શકે છે. આ વાત 21મી સદીએ પુરવાર કરી છે. હૉલિવૂડના 65 વર્ષના નિર્માતા હાર્વે વેઈન્સ્ટેન (જન્મ તા. 19 માર્ચ, 1952) સામે હૉલિવૂડની હિરોઈનોએ એક પછી એક બંડ પોકાર્યું ત્યારે સેક્સ્યુઅલ ઍસૉલ્ટ્સ અને સેક્સ્યુઅલ હૅરેસમેન્ટની લાખો નહીં, બલકે કરોડો કહાનીઓ દુનિયાભરમાંથી દુનિયા સમક્ષ જાહેર થઈ. દરેક પીડિત સ્ત્રીએપોતાના પબ્લિક સ્ટૅટસની પરવા વિના કે આબરુ જવાના ડર વિના આપવીતી જાહેર કરી. આ છે, વિમેન સ્પિરિટ.

હૉલિવૂડની હિરોઈન ઍલિસા મિલાનો (જન્મ તા. 19 ડિસેમ્બર, 1972)એ માઈક્રૉબ્લૉગિંગ સાઈટ ટ્વિટર ઉપર લખીને ઝુંબેશ ચલાવીને દુનિયાભરની સ્ત્રીઓને અપીલ કરી કે If you’ve been sexually harassed or assaulted write ‘me too’ as a reply to this tweet.“મારી સાથે પણ જાતીય સતામણી થઈ છે. જો તમારી સાથે પણ કોઈ રીતે જાતીય સતામણી થઈ હોય તો તમે પણ અહીં #metoo હૅસ-ટૅગ સાથે કૉમેન્ટ કરી શકો છો તથા તમારી વાત પણ પ્રસ્તુત કરી શકો છો.”

ઍલિસા મિલાનોની ટ્વિટને દુનિયાભરમાંથી લાખો મહિલાઓનો રિસ્પૉન્સ મળ્યો અને #metoo વાળા હૅશ-ટૅગ સાથે પોતાની વાત કરી. ઍલિસાની ફેસબૂક વૉલ ઉપર પણ કુલ 1.20 કરોડ મહિલાઓએ #metoo હૅશ-ટૅગ સાથે પોતાની સતામણી થઈ હોવાની વાત શેર કરી. અમેરિકા, યુ.કે. અને ભારત સહિત એશિયાઈ દેશોમાં પણ #metoo ઝુંબેશને જબરદસ્ત રિસ્પૉન્ડ મળ્યો. આ છે સૉશિયલ મીડિયા ક્રાન્તિ.

આ ઝુંબેશથી દુનિયાભરના પુરુષ-પ્રધાન સમાજનો વરવો ચહેરો ખુલીને બહાર આવ્યો. માત્ર ફિલ્મ નિર્માતા જ નહીં, ડૉક્ટર, વકીલ, મીડિયા પર્સન, પ્રૉફેસર વગેરે ક્ષેત્રના પ્રતિભાશાળી નામો પણ બહાર આવ્યા. ગુગલ ઉપર પણ જ્યારે#metoo લખવામાં આવે છે, ત્યારે સંખ્યાબંધ કહાણીઓ નજરે ચઢે છે.

“ફૉર્બ્સ” મેગેઝિનની “ટૉપ-મૉસ્ટ પાવરફુલ હન્ડ્રેડ વૂમન ઑફ ધ વર્લ્ડ” લિસ્ટમાં પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ કરવામાં આવેલું છે. બૉલિવૂડથી હૉલિવૂડ જઈને સકસેસ મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ થોડા વખત પહેલા જ કહ્યું હતું કે “તેને સકસેસ મળે છે તો ગમે જ છે. પરંતુ એડવર્ટાઈઝ અથવા ફિલ્મોમાં સ્ત્રીને એક્ઝિબિટ કરતી વખતે સ્ત્રીને વસ્તુ જ સમજવામાં આવે છે, એ મને નથી ગમતું.”

શું સ્ત્રીને વસ્તુ ગણવામાં આવે એ સ્ત્રી સામેનો અન્યાય નથી? સ્ત્રી પ્રદર્શનની ચીજવસ્તુ હોય અથવા મનોરંજનનું સાધન હોય એવું સદીઓથી થતું રહ્યું છે, એમાં 21મી સદીમાં બદલાવ આવશે?

જો તમે ફેસબૂક વૉલનો ધ્યાનથી સ્ટડી કરશો તો ટીન-ઍજ ગર્લના ફેસબૂક ઍકાઉન્ટમાં ટીનેજર ગર્લે પોતાના કોઈ પિક્સ્ પૉસ્ટ કર્યા હોય તેના કૉમેન્ટ-બૉક્ષમાં લખાયેલી જુદી જુદી કૉમેન્ટ્સ વાંચો તો તમને જોવા મળશે કે છોકરીની સાથે ભણતા કે તેના કોઈને કોઈ રીતે પરિચયમાં આવેલા છોકરાઓએ તેના માટે “માલ” અને“બૉમ્બ” એવા શબ્દો લખીને તેને કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યા હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ટીનેજર છોકરીએ આવા નેગેટિવ મિનિંગવાળી કૉમેન્ટ્સના રિપ્લાયમાં “થેન્ક યુ…”“થેન્ક યુ…” પણ લખ્યું હોય છે.

ટીનેજર છોકરીના મા-બાપ પણ આવું બધું વાંચીને સમજ્યા વિના કે આંખ આડા કાન કરીને પોતાની દીકરી ઉપર પ્રાઉડ કરતા હોય છે. મા-બાપને જાણે ખબર જ નથી કે “માલ” શબ્દનો અર્થ જ જેનું ખરીદ-વેચાણ થાય એવી વસ્તુ થાય છે અને “બૉમ્બ” શબ્દનો અર્થ એવી વસ્તુ કે જે ફાટે-ફૂટે ત્યારે વિનાશ સર્જે. “બૉમ્બ” શબ્દની ઉપમા સ્ત્રીને સૅક્સ-ઑબ્જેક્ટ તરીકે આપવામાં આવી હોય તો પણ ખુદ ટીનેજર કન્યા અને તેનાં પૅરેન્ટ્સ – ગાર્ડિયન જો પોરસાતા – હરખાતા હોય તો કહેવું જ શું?

આ 80 અભિનેત્રીઓએ જાહેર કર્યું #MeToo

ઍલિસા મિલાનો પછી ગ્વૅન્થ પાલ્ટ્રૉ અને ઍન્જેલિના જૉલી સહિત 80 હિરોઈનોએ પોતાના નામ જાહેર કર્યા કે હાર્વે વેઈન્સ્ટેઈને પોતાનું જાતીય શોષણ કર્યું છે અથવા પોતાની સાથે બળાત્કાર કર્યો છે. (1) ઍમ્બર ઍન્ડરસન, (2) લિસેટ્ટ ઍન્થૉની, (3) ઍશિયા આર્જેન્ટૉ, (4) રૉસાન્ના આર્ક્વેટ્ટ, (5) જેસિકા બાર્થ, (6) કેટ બેકિન્સ્લે, (7) ઝૉ બ્રૉક, (8) જુલ્સ્ બિન્ડી, (9) સિન્થિયા બર, (10) લિઝા કૅમ્પબૅલ, (11) મારિસા કફલાન, (12) ઍમ્મા ડે કૉનેસ, (13) હૉપ ઍક્સિનેર ડી’આમૉર (14) ફ્લૉરેન્સ ડેરેલ, (15) કારા ડેલેવિન્ગને, (16) પાઝ ડે લા હુર્ટા, (17) જુલિયાના ડે પાઉલા, (18) સૉફી ડિક્સ, (19) લૅસી ડૉર્ન, (20) ડૉન ડનિંગ, (21) લિના ઍસ્કૉ, (22) ઍલિસ ઈવાન્સ્, (23) લુસિયા ઈવાન્સ્, (24) ઍન્જી ઍવરહાર્ટ, (25) ક્લૅયર ફૉર્લાની, (26) રૉમૉલા ગરાઈ, (27) લુઈસેટ્ટ ગેઈસ્સ, (28) લુઈસ ગૉડબૉલ્ડ, (29) જુડીથ ગૉડરેચ, (30) ટ્રીસ ગૉફ, (31) ઈવા ગ્રીન, (32) અમ્બ્રા ગુટીરેઝ, (33) મિમી હાલેઈ, (34) ડેરેલ હન્ના, (35) લેના હેડે, (36) લૉરેન હૉલી, (37) ડૉમિનિક હૅટ્ટ, (38) ઍન્જેલિના જૉલી, (39) ઍશ્લે જ્યુડ, (40) મિન્કા કૅલી, (41) કેટરિન કૅન્ડેલ, (42) હૅથર કૅર, (43) મિઆ ક્રિશનર, (44) મેલિન ક્લાસ્સ, (45) લૌરા મેડન, (46) નતાશિયા માલ્થે, (47) બ્રિટ માર્લિંગ, (48) સારાહ ઍન માસ્સે, (49) ઍશલે મેથ્યુ, (50) રૉસ મૅકગ્રૉન, (51) નતાલિયા મૅન્ડૉઝા, (52) સૉફી મૉરિસ, (53) કાટ્યા મિત્સિતૉરિડ્ઝ, (54) ઍમિલી નેસ્ટૉર, (55) જેનિફર સિબૅલ ન્યૂસૉમ, (56) કૉની નૅલ્સન, (57) લ્યૂપિટા ન્યૉન્ગો, (58) લૉરેન ઑ’કોન્નૉર, (59) ગ્વેન્થ પાલ્ટ્રૉ, (60) સામન્થા પાનાગ્રૉસો, (61) ઝેલ્ડા પૅર્કિંન્સ્, (62) વૂ થૂ ફુઑન્ગ, (63) સારાહ પૉલે, (64) ટૉમી-એન રૉબર્ટ્સ, (65) લિસા રૉઝ, (66) ઍરિકા રૉસેનબૂમ, (67) મૅલિસા સૅગમિલર, (68) અન્નાબૅલા સ્કિઑર્રા, (69) લિઆ સિડૉક્સ્, (70) લૌરેન સિવાન, (71) ચૅલ્સિયા સ્કિડમૉર, (72) મિરા સૉર્વિનો, (73) ટારા સબકૉફ્ફ, (74) પૌલા વૅકૉવિચ, (75) પૌલા વિલિયમ્સ્, (76) સિયાન યૉન્ગ વગેરેનો સમાવેશ થાય છે.

આ લિસ્ટ હજુ લંબાઈ શકે છે. ઈસ રાત કી સુબહ નહિ.

 

આચમનઃ-

“યત્રનાર્યન્તુપૂજન્તે, રમન્તેતત્રદેવતાઃ” (જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ રહે છે.)- વેદવાણી

દિનેશ દેસાઈ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]