સરકારી નોકરી છોડી અપનાવ્યું સ્વરોજગારીનું આ શ્રેષ્ઠ માધ્યમ

પણાં દેશમાં શરુઆતથી જ જીનવનિર્વાહ માટે નોકરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે, અને એમાં પણ સરકારી નોકરીને તો વિશેષ મહત્વ આપવામાં આવે છે. આજના યુવાઓનું માત્ર એક જ સપનું હોય છે કે, તેમને માત્ર ભણીગણીને એક સરકારી નોકરી મળી જાય જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. આ બધા વચ્ચે દેશમાં ઘણાં લોકો એવા પણ છે કે, જે તેમની વેલસેટ નોકરી છોડીને બિઝનેસનો રસ્તો પસંદ કરે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ કે જેમણે નોકરીની ગુલામી છોડીને ડાયરેક્ટ સેલિંગનો વ્યવસાય અપનાવ્યો.

એ વ્યક્તિ છે પ્રિયમ્વદ સિંહ. પ્રિયમ્વદ સિંહનો જન્મ બિહારના બેગુસરાય જિલ્લામાં થયો. હાલમાં તે પટનામાં તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની સુનાતી ઉપરાંત ત્રણ બાળકો પણ છે. હાલમાં જ એક હિન્દી મેગેઝિન સાથે વાતચીત કરતા પ્રિયમ્વદે જણાવ્યું કે, તે નાનપણથી જ કંઈક મોટુ કરવા ઈચ્છતા હતાં. તેમણે તેમના કેરિયરની શરુઆત આઈએએસ કોચિંગ સેન્ટરમાં ભણાવવાથી કરી હતી. ત્યાર બાદ તેમણે અનેક કામ કર્યા. આ દરમિયાન તેમને સરકારી નોકરી પણ મળી ગઈ, પરંતુ કંઈક મોટું કરવાના ઝનૂનને કારણે કે અટકયાં નહીં અને 2001માં તેમની પત્ની સાથે તેમના વધારાનો સમયનો ઉપયોગ કરવાના ઉદેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય કંપની એમવે (Amway) સાથે ડાયરેક્ટ સેલિંગનું કામ શરુ કર્યું.  આ સમયગાળા દરમિયાન તેમણે તેમના અન્ય બિઝનેસ પણ શરું કર્યાં, પરંતુ અદભૂદ નેતૃત્વ ક્ષમતા અને કુશળ વક્તા હોવાને કારણે પ્રિયમ્વદને ડાયરેક્ટ સેલિંગના બિઝનેસમાં સતત સફળતા પ્રાપ્ત થઈ ગઈ.

પ્રિયમ્વદ જણાવે છે કે, એમવે સાથેના તેમના અત્યાર સુધીના સફરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર જુદાજુદા સેમિનાર મારફતે 5 લાખથી વધુ લોકોને સંબોધિત કરી ચૂક્યા છે. પ્રિયમ્વદ સિંગાપુર, મેલબર્ન, ટોરંટો, પેરિસ, બાર્સેલોના, મેડ્રિડ જેવા શહેરોમાં આયોજિત સેમિનારમાં વિવિધ પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. પ્રિયમ્વદે જણાવ્યું કે, આ વર્ષે 18 મેના રોજ તેમને લાસ વેગાસમાં ડબલ ડાયમંડના શીર્ષક સાથે સમ્માનિત કરવામાં આવ્યા.

પ્રિયમ્વદનું કહેવું છે કે, આજે વધુ જનસંખ્યા ધરાવતા કોઈપણ રાજ્ય કે રાષ્ટ્ર તેમના તમામ નાગરિકોને નોકરી આપવામાં સક્ષમ નથી. ભારતમાં પણ આ જ સ્થિતિ છે. આથી ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સ્વરોજગાર શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રિયમ્વદના અનુસાર હાલના સમયમાં ડાયરેક્ટ સેલિંગ શ્રેષ્ઠ માધ્યમ છે, એમાં લાખો યુવાઓને સ્વરોજગાર આપવાની ક્ષમતા છે. ખાસ વાત એ છે કે, કોઈ પણ યુવા સામાન્ય રોકાણ અને વધારાના સમયનો ઉપયોગ કરીને આ બિઝનેસ કરી શકે છે. એમવેમાં ડાયરેક્ટ સેલિંગ સાથે જોડાયેલા અન્ય એક વ્યક્તિના અનુસાર, તેમની કંપનીમાં ડાયમંડ અને ડબલ ડાયમંડની ઉપાધિ મેળવનાર દરેક વ્યક્તિ દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી છે.

વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન તરફથી તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં ડાયરેક્ટ સેલિંગ સાથે જોડાયેલ કેટલાક આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં છે. આ આંકડાઓ અનુસાર, 2017માં વિશ્વ સ્તર પર ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગે 189.6 બિલિયન અમેરિકન ડોલરનો બિઝનેસ કર્યો છે. ભારતમાં ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગે 2017માં 1.5 બિલિયન અમેરિકન ડોલર (અંદાજે 10 હજાર કરોડ રૂપિયા)નો છૂટક વેપાર કર્યો છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં આમાં 5.8 ટકાનો વધારો નોંધાયો છે.  એસોસિએશનનું કહેવું છે કે, આગામી પાંચ વર્ષોમાં ભારતનો ડાયરેક્ટ સેલિંગ બિજનેસ 10 બિલિયન અમેરિકન ડોલર (અંદાજે 65,500 કરોડ રૂપિયા) પર પહોંચી જશે.

વર્લ્ડ ફેટરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન અનુસાર, ભારતમાં હાલમાં અંદાજે 50 લાખ લોકો ડાયરેક્ટ સેલિંગના બિજનેસ સાથે જોડાયેલા છે. એસોસિએશનનું કહેવું છે કે, યુવાઓ અને ખાસકરીને મહિલાઓને આ કારોબાર વધુ આકર્ષી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં ભારતમાં અંદાજે 20 મિલિયન (2 કરોડ) લોકો ડાયરેક્ટ સેલિંગના બિઝનેસ સાથે જોડાઇ જશે.

એમવે (Amway) એક એફએમસીજી કંપની છે જે ડાયરેક્ટ સેલિંગ મોડલના આધારે બિઝનેસ કરી રહી છે. આ મોડલ હેઠળ ગ્રાહકોને કંપનીના એજન્ટ બનાવવામાં આવે છે, જે ડાયરેક્ટ અન્ય ગ્રાહકોને સામાન વેચે છે. આ પ્રકારે અન્ય ગ્રાહકોને પણ તેમની નીચે બીજા ગ્રાહકોને સામાન વેચવાનો (ચેઈન સિસ્ટમ) હોય છે. આ મોડલમાં ગ્રાહકોને ડાયરેક્ટ કમિશન નથી મળતું પરંતુ કંપની બોનસ અને રિવોર્ડ પોઈન્ટ આપે છે. કમાણીના મામલે એમવે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G), જિલેટ અને ઈમામી જેવી દેશી વિદેશી એફએમસીજી કંપનીઓ કરતાં ઘણી આગળ છે.