યુવતીઓમાં ફેવરિટ બની રહી છે સ્ટાઇલિશ સ્ટ્રાઇપ્સ ફેશન

ત્યારે ફેશનમાં તો નીકળે એટલું ઓછું છે એવુ કહીએ તો ખોટું નહીં કહેવાય. દિવસેને દિવસે દરેક વસ્તુઓમાં નવી ફેશન આવતી જાય છે, પછી એ કપડાં હોય કે જ્વેલરી કે ફૂટવેર. દરેકમાં તમને કંઇક નવું જ દેખાશે. પહેલાંની ફેશન પણ આજે યુવતીઓ અપનાવી રહી છે. પોલકા ડોટ્સ, હેરમ, સિગારેટ પેન્ટ, સ્ટ્રાઇપ્સ જેવી ફેશન યુવતીઓની ફેવરીટ સ્ટાઇલ બની રહી છે. સ્ટ્રાઇપ્સ સ્ટાઇલની વાત કરીએ તો આ પેટર્ન બોહેમિયન લુકમાં સુંદર લાગે છે. રેટ્રો ગણાતા સ્ટ્રાઇપ્સના ક્લાસિક લુકને આજે જુદીજુદી ડિઝાઇનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આજકાલ આ ટ્રેન્ડ કોલેજીયન યુવતીઓમાં ખૂબ જ ડિમાન્ડિંગ બની રહ્યો છે.

સ્ટ્રાઇપ્સ વેર સૌથી પહેલા સ્પોર્ટ્સમાં વધુ પહેરવામાં આવતા હતા. રગ્બીમાં આડી લાઇનવાળા સ્ટ્રાઇપ્સવાળા ટિ-શર્ટ પહેરવામાં આવે છે. સ્પોર્ટ્સ બાદ ધીમે-ધીમે રોજબરોજની લાઇફમાં પણ સ્ટ્રાઇપ્સવાળા ટિ-શર્ટ પહેરાતા થઇ ગયા. સ્ટ્રાઇપ્સની સ્ટાઇલમાં એવુ નથી કે એ માત્ર ટિ-શર્ટ સુધી જ સિમિત છે પરંતુ સ્ટ્રાઇપ્સમાં અલગ-અલગ ડીઝાઇન પણ આવે છે. એક જ રંગના જુદા-જુદા ડાર્ક અને લાઇટ શેડને સ્ટ્રાઇપ્સમાં ગોઠવવામાં આવે છે. એક રંગમાંથી બીજા રંગનો શેડ પડતો હોય એવુ લાગે છે. સ્ટ્રાઇપ્સવાળી ડિઝાઇન માત્ર ટિ-શર્ટમાં જ નહીં પરંતુ વન પીસ, સ્કર્ટ, ટ્રાઉઝરમાં પણ પહેરી શકાય છે. ટોપમાં ડાર્ક અને સોલિડ કલર્સ યુવતીઓને ખૂબ સારા લાગશે. રેટ્રો સ્ટાઇલમાં સ્ટ્રાઇપ્સવાળા ટૉપ્સ ફ્લેરવાળા ટ્રાઉઝર્સ સાથે પહેરી શકો છો.

ટ્રિબલ સ્ટાઇલ એટલે કે ટાઇગર પ્રિન્ટ, ઝિબ્રા પ્રિન્ટ, બ્રાઇટ રંગોની કલરફૂલ પટ્ટીઓનો સમાવેશ થાય છે. આવી પેટર્ન અન્ય લાઇટ કલર સાથે મેચ કરીને સિમ્પલ અને થોડી વાઇલ્ડવાળી ઇફેક્ટ આપી શકો છો. કલર બ્લોક કરતી સ્ટ્રાઇપ્સ પેટર્ન પણ અત્યારે એક ફેશન સ્ટાઇલમાં છે. એની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ પણ કરી શકો છો. સ્ટ્રાઇપ્સ ટી-શર્ટ સાથે ઉપર ડાર્ક કલરનું અથવા તો જીન્સનું શર્ટ પહેરી શકાય. આમ તો તમે કોઇપણ કલર સાથે કોઇ પણ કલર મેચ કરી શકો છો. આ ટ્રેન્ડમાં કોઇ નિયમો કે એવુ નથી. બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્સ સાથે રેડ કે રોયલ બ્લ્યુ કલર સાથે મેચ કરો, જેની સાથે ગોલ્ડ અથવા સિલ્વર એકસેસરીઝ પણ પહેરી શકાય.

સ્ટ્રાઇપ્સ ફક્ત કપડામાં જ નહી પરંતુ શૂઝ, ફૂટવેર, પર્સ, બેલ્ટમાં પણ આવે છે. બેલ્ટમાં સ્ટ્રાઇપ્સ ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. તમે સ્ટ્રાઇપ્સ ખરીદો છો પરંતુ યોગ્ય નહી હોય તો તમને સારુ નહી લાગે. તમારા બોડીને અનુરૂપ સ્ટ્રાઇપ્સવેર હોય તો તમારા ફિગરને નિખારવામાં મદદરૂપ થાય છે. જો તમારી હાઇટ શોર્ટ હોય તો સ્ટ્રાઇપ્સ પહેરવાથી તમે વધુ શોર્ટ લાગી શકો છો. જો તમે લાંબા હોય તો તમે શોર્ટ લાગી શકો છો. તમારા પર સ્ટ્રાઇપ્સ કેવી લાગશે એ તમે એને કેવી રીતે પહેરો છો એના પર આધાર રાખે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]