ક્રિસ્ટ્રીના કુકનો આ રેકોર્ડ મહિલા અવકાશયાત્રીઓ માટે સીમાચિહ્નરૂપ

વકાશ યાત્રીનું નામ પડે એટલે સૌ કોઈના મોઢે નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિનનું નામ આવે. ચંદ્રની ધરતી પર સૌથી પહેલા આ બંને પહોંચ્યા હતા. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, આ બંને અવકાશયાત્રીઓના કમાન્ડ મોડયૂલ પાયલટ મિશેલ કોલિન્સ હતા. જો કે કોલિન્સ ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ ન હતા એટલા માટે તેમનું નામ ઓછા લોકો જાણતા હોય છે.

આના પરથી એવો સવાલ થાય કે તમને અત્યાર સુધીના કેટલા અંતરિક્ષયાત્રીઓના નામ યાદ છે? તમે ગૂગલ કે વિકિપીડિયાની મદદ લીધા વગર કેટલા નામ બતાવી શકો? નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન જેવા નામ લગભગ દરેકને યાદ છે. પણ એ સિવાયના નામ જો કોઈને પૂછવામાં આવે તો તેણે ચોક્કસ ગૂગલની મદદ લેવી પડે ખરું ને…

અમેરિકાની જાણીતી અંતરીક્ષ એજન્સી નાસાની વૈજ્ઞાનિક ક્રિસ્ટીના કુક આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી લગભગ 11 મહિના બાદ ગુરૂવારે સુરક્ષીત પૃથ્વી પર પાછી ફરી. અવકાશમાં તેમનું આ મિશન કોઇ મહિલાનું અત્યાર સુધીનું સૌથી લાંબુ મિશન છે, કુક આંતરરાષ્ટ્રિય સમયાનુસાર 6 ફેબ્રુઆરીએ સવારે 9.12 વાગ્યે પૃથ્વી પર પરત ફરી. કુક ગયા વર્ષે 14 માર્ચે પૃથ્વીથી રવાના થઇ હતી, તેમણે કહ્યું કે હું હાલ બહુ અભિભૂત અને ખુશ છું.

મિશિગનમાં જન્મેલી અને વ્યવસાયથી એન્જીનિયર કુક 41 વર્ષની છે.

બની શકે કે ક્રિસ્ટ્રીનાનું નામ કદાજ તમને યાદ હોય. ક્રિસ્ટીના અને જેસિકા મેયરે ઓલ-વુમન સ્પેસવોક કરીને રેકોર્ડ બનાવી દીધો છે. કુકે તેમના મિશનમાં 6 વખત સ્પેસવોક કર્યું અને સ્પેસમાં રેકોર્ડ ટાઈમ સુધી રહી. ક્રિસ્ટ્રીનાએ સ્પેસ સાયન્સમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. ઓક્ટોબરમાં સ્પેસવોક સાથે જ તે ઈતિહાસના પાનામાં પણ નોંધાઈ ગઈ.

તેમણે અંતરિક્ષમાં 328 દિવસ વિતાવ્યા તેમની સાથે યુરોપિય અંતરિક્ષ એજન્સીનાં લુકા પરમિતાનો અને રશિયન અંતરિક્ષ એજન્સીનાં એલેક્ઝાન્ડર સ્કોવોર્તસોવ પણ હતાં, અંતરિક્ષ એજન્સી રોસ્કોસમોસ દ્વારા લેન્ડિંગ સ્થળનો બનાવવામાં આવેલા વિડિયોમાં કુક મોડ્યુલથી નિકળતા સમયે હસતા જોવા મળ્યા છે.

નવાઈની વાત એ છે કે, કુક અને મેયરની આ સ્પેસવોક અચાનક થઈ ગયું હતું. નાસા પાસે 48 એક્ટિવ-ડ્યૂટી અંતરિક્ષ યાત્રી છે, જેમાંથી 16 મહિલાઓ છે. ગયા માર્ચમાં પ્રથમ મહિલા સ્પેસવોક  એની મેક્લેન અને કુક દ્વારા કરવાની આશા હતી પણ મહિલાઓની સાઈઝના હિસાબે માત્ર એક જ સૂટ ઉપલબ્ધ હતું, એટલા માટે નાસાએ માત્ર પુરુષ અંતરિક્ષયાત્રી સાથે આ સ્પેસવોક કરવું પડયું. જો એ સમયે ઓલ-ફિમેલ સ્પેસવોક થઈ ગયું હોત તો કુક નહીં પણ મેક્લેન આની કમાન્ડર હોત. ત્યારે આ કહાની મેક્લેનની હતો.

પૃથ્વી પર પરત ફરવાની સાથે જ કુકના નામે વધુ એક ઉપબલ્ધી જોડાઈ ગઈ છે. તે સૌથી વધુ 328 દિવસ સુધી સ્પેસમાં રહેનારી મહિલા અવકાશયાત્રી બની ગઈ છે. આ પહેલા સૌથી વધુ સમય સુધી સ્પેસમાં એકલા રહેવાનો રેકોર્ડ અમેરિકાની સ્કૉટ કેલીના નામે હતો. તો ત્રણ સ્પેસ મિશન સાથે સૌથી વધુ 665 દિવસ સુધી સ્પેસમાં રહેવાનો રેકોર્ડ પેગી વિટસનના નામ પર છે.

ક્રિસ્ટીના કુકે મિઝુના મસ્ટર્ડ ગ્રીન્સ પર માઈક્રોગ્રેવિટીમાં રિસર્ચ કર્યું છે. તેમણે પ્લાન્ટ હેલ્થ, સેલ્યુલર ડિવેલર મેન્ટ અને ટિશ્યૂ ગ્રોથ પર ગ્રેવિટી અને સ્પેસના રોલનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત કુકે વૃક્ષોનો ગ્રોથ માનવ સમુદાયને કેવી રીતે પ્રભાવિત કરે છે એના પર પણ રિસર્ચ કર્યું છે.

ક્રિસ્ટ્રીનાનો આ રેકોર્ડ્સ અન્ય રીતે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે બદલાવ તરફ ઈશારો કરે છે. પ્રથમ ઓલ-ફીમેલ સ્પેસવોકને આપણે નિહાળી લીધી. કુક અને મેયરે બીજી અને ત્રીજી ઓલ-ફીમેલવૉકમાં પણ ભાગ લીધો. આવા અન્ય અંતરિક્ષયાત્રીઓ પણ ભવિષ્યમાં સ્પેસવૉક કરશે પણ તેમને યાદ રાખવામાં નહીં આવે કારણ કે આપણે લીડ કરનારને જોઈ લીધા છે અને ભવિષ્યમાં મહિલાઓ સ્પેસમાં કોઈ અપવાદ નહી હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]