ઓછી ઉંચાઇ? ડોન્ટ વરી, અપનાવો આ ફંડા

મારી ઉંચાઇ ઓછી હોય તો કોઇ અમુક ઉમર પછી એ કોઇ પણ સંજોગોમાં વધવાની નથી એ તો બ્રહ્મસત્ય છે.  પણ એના કારણે જીવનભર બટકા, ઠીંગણા રહેવાનો અફસોસ રાખવો પણ જરૂરી નથી. કારણ કે સુંદરતા કે તમારી ઉંચાઇ પર આધારિત નથી. હા, જો કે અપીયરન્સમાં ઉંચાઇની મહત્વની ભૂમિકા છે.

તમને પેલા જાદૂગરીૃનો કિસ્સો યાદ હશે જ્યાં તાજમહલને તમારી આંખ સામેથી ગાયબ કરીને કરતબ બતાવાયુ હતુ. જો કે દરેક મેજીકમાં લોજીક હોય જ છે. આ મેજીકમાં પણ લોજીક તો હતુ જ અને તે હતુ માસ હિપ્નોટીઝમ. હિપ્નોટીઝમ જેવું જ મેજીકનુ અન્ય એક લોજીક છે ઓપ્ટીકલ ઇલ્યુઝન. ખૂબ ભારે શબ્દ છે. જો કે આપણે આ ઓપ્ટીકલ ઇલ્યુઝન પર કોઇ લેક્ચર નથી લેવાનુ.  પણ ખાલી એટલુ જાણવાનુ છે કે એવી કેટલીક ટેક્નીક છે. જેનાથી તમે પણ લાંબા હોવાનુ ઓપ્ટીકલ ઇલ્યુઝન ક્રિએટ કરી શકો છો. અને આ ટેક્નીક  છે કેટલાક એવા ફેશનેબલ ફંડા, કે જે તમારી ઓછી ઉંચાઇ પર નાખી દેશે પડદો.

ફેશનના એવા ફંડા જે તમારી ઉંચાઇને ઢાંકી દેશે. આ ફેશન ટીપ્સ ખૂબ સરળ છે.

હેડ ટુ ટૉ, વાપરી શકાય તેવી આ ટીપ્સ છે. જેમાં સૌથી પહેલા શરુઆત આપણે માથાથી કરીએ.

શોર્ટ હેર રાખવા – તમારા વાળની લેન્થ ઓછી રાખવી. મોટે ભાગે મહિલાઓ માટે લાંબા વાળએ સુંદરતાની નિશાની માનવામાં આવે છે. પણ એવુ નથી. એ એક ભ્રમણા જ છે. વાળની ક્વૉલિટી મેઇન હોય છે. અને પછી તમારા ફેસકટ અને તમારો બોડિશેપને વધુ દીપાવે તેવી હેરસ્ટાઇલ રાખવી જોઇએ. જો તમારી ઉંચાઇ ઓછી છે તો તમે વાળ ટૂંકા રાખો તો તમારી નેક લાઇન હાઇલાઇટ થાય. જેથી હાઇટ લાંબી લાગે. અલબત્ત શોર્ટ હેરને મેઇન્ટેઇન પણ ઇઝીલી કરી શકાય.

વી-નેક ડિઝાઇન – વી શેપની નેક ડિઝાઇન તમારા ગળાને લાંબુ બતાવશે. ધડના ભાગ સાથે ગળાનો ભાગ લાંબો લાગતા તમારી ઓછી ઉંચાઇ ઢંકાઇ જાય છે. પણ અહીં ધ્યાન એ રાખવુ કે ગોળ ગળાની ડિઝાઇન અથવા બોટ નેક ડિઝાઇનનો ઉપયોગ ન કરવો. તેનાથી તમારી લંબાઇ ઓછી લાગશે. અને તમારો બોડી શેપ બેઠા ઘાટનો દેખાશે. એટલે ઓછી ઉંચાઇ હોય તો બોટ નેક, રાઉન્ટ નેક ડિઝાઇન પસંદ ન કરવી.

ગળાના ભાગને હાઇલાઇટ કર્યા બાદ હવે વાત કરીએ કમરના ભાગની. જો તમારી ઉંચાઇ ઓછી હોય તો સોરી ટુ સે પણ તમારી પાસે કમર નથી હોતી. ડોન્ટ વરી, મલાઇકા અરોરા અને દીપીકા પદુકોણ જેવી લાંબી લચક કમરની અહીં વાત છે. એટલે જો બોડીના રેશિયોમાં કમરનો ભાગ એટલો નથી તો તમે બેડોળ દેખાઇ શકો. પણ આ બેડોળપણુ તમે દુર કરી શકો તમારા અપર બોડી પાર્ટને લોઅર બોડી પાર્ટને અલગ અલગ દર્શાવીને.

કમર પર બેલ્ટ પહેરવો –  કમરના ભાગને હાઇલાઇટ કરવા માટે બેલ્ટ વાપરી શકાય. તમે ઘણી વાર જોયુ હશે કે મોડેલ્સ કમરની થોડી ઉપર હાથ રાખીને પોઝ આપતી હોય છે. તેની પાછળનુ કારણ છે પોતાની બોડીના બધા ફીચર્સ હાઇલાઇટ કરવા. કમર પરનો બેલ્ટ તમારા ધડ અને પગ બંનેને સુયોગ્ય આકારમાં દેખાડે છે. જેથી છેવટે તમારી ઉંચાઇ વધુ લાગે. પણ હા, લાંબા કુર્તા પર બેલ્ટ પહેરશો તો હાસ્યાસ્પદ બનશો. સાદી મીડી, ફ્રોક, મેક્સી, જેવા વેસ્ટર્ન વેરમાં સૂટેબલ બેલ્ટ વાપરવો.

હાઇ વેસ્ટ બોટમ – ફરીથી અહીં આપણે આપણા અપર બોડી પાર્ટને લોઅર બોડી પાર્ટ સાથેથી અલગ દેખાડવાનો છે. એટલે બેલ્ટની જેમ જ કમરના ભાગને હાઇલાઇટ કરવા માટે હાઇ વેસ્ટ બોટમ વેર પણ વાપરી શકાય. હાઇ વેસ્ટ જીન્સ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તેમાં તમારા પગ વધુ હાઇલાઇટ થાય અને તમારી લંબાઇ વધુ લાગે તેવુ ઓપ્ટીકલ ઇલ્યુઝન ક્રિએટ થાય.

મેક્સી ડ્રેસ –  આમ તો મેક્સી ડ્રેસની ફેશન કદાચ તમને જૂની લાગે, પણ ફેશનમાં એક વસ્તુ ચોક્કસ છે કે તે ફરી ફરીને પાછી આવે છે. એટલે જો તમારી લંબાઇ ઓછી છે તો તમે તમારા માટે મેક્સી ડ્રેસ પસંદ કરી શકો. બને તમે જ ટ્રેંડ સેટર બની જાઓ. પણ મેક્સી ડ્રેસમાં સ્લીટ વાળી ડ્રેસ પસંદ કરવી,. કારણ કે તેનાથી તમારા પગ લાંબા લાગશે.

વર્ટીકલ સ્ટ્રાઇપ્સ – એટલે કે લાંબી લાઇન્સ તમારા પુરા શરીરને લાંબુ દર્શાવશે. પણ ચેતજો. સ્ટ્રાઇપ્સ એટલે કે પટ્ટી હોરિઝોન્ટલ હશે તો બેઠા અને બેડોળ લાગશો.

બોલ્ડ કલર્સ – તમે મોટી પ્રિંટ પસંદ કરવાને સ્થાને બોલ્ડ કલર્સ પસંદ કરશો તો પણ તમારા બોડીના શેપ અને ફીચર્સ હાઇલાઇટ થશે અને તમને લાંબા દેખાડવામાં તે મદદ કરશે.

પોઇંટેડ ફુટવૅયર – જો તમારી લંબાઇ ઓછી છે તો સામેથી ગોળ હોય તેવા શેપના જૂતા નહીં પહેરવા. પણ એવા જૂતા, સેન્ડલ્સ, હીલ્સ પસંદ કરવી જે અણી વાળી હોય. જો સામેનો શેપ પોઇંટેડ હશે તો તેનાથી પણ એક અલગ જ ઓપ્ટીકલ ઇલ્યુઝન બનશે,. અને તમારી ઓછી લંબાઇ નહીં દેખાઇ.

નાનુ બેગ કેરી કરવું – તમારી હાઇટ ઓછી હોય તો તમારે એક્સેસરીઝમાં પણ ધ્યાન રાખવું. જો ઓવર સાઇઝ એટલે કે મોટુ બેગ વાપરશો તો તમારી ઓછી લંબાઇ ઉડીને આંખે વળગશે. કારણ કે જેઓ ઓવરસાઇઝ બેગ કેરી કરતા હોય છે તેઓના શરીર પર વજન પડે છે અને લંબાઇ ઓછી દેખાઇ છે. જેનાથી વિરુદ્ધ નાના ક્લચર્સ, પર્સ કે બેગ કેરી કરવાથી તમે સ્ટ્રેઇટ એટલે કે ટટ્ટાર રહી શકશો અને તમારી લંબાઇ વધુ લાગશે.

આમ તો ઓછી ઉંચાઇ ઘણી વાર આપણને શરમજનક લાગતી હોય છે. અને એવા લોકોને તેમની સાઇઝના કપડા મળવા સિવાય ઘણી વાર તાના સાંભળવા મળતા હોય છે. આવી અનેક સમસ્યાનો સામનો તેઓ કરતા હોય છે. આવા લોકો પોતાની હાઇટ વધારી તો નહીં શકે, પણ આ સરળ ફેશનેબલ ફંડા અપનાવીને નવો જ આત્મવિશ્વાસ કેળવી શકશે. અને આ ટીપ્સ એટલી સરળ છે કે રોજીંદા જીવન પણ તેને ફોલો કરીને આસાનીથી પોતાની ઓછી ઉંચાઇ છુપાવી પણ શકશો. સો બી રેડી ફોર ધીસ ઇઝી ઓપ્ટીકલ ઇલ્યુઝન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]