પુરુષોની નજરમાં રહેવું છે તો કરો કંઇક આવુ…

સ્ત્રી એક એવુ વ્યક્તિત્વ કે જે હંમેશા સુંદર દેખાવામાં માને છે.  પોતાના પતિની, બોયફ્રેન્ડની નજરમાં આવે તે માટે કંઇક ને કંઇક એવુ કરતી રહે છે કે તેને નોટિસ કરવામાં આવે. અનેકવાર સ્ત્રી વિચારતી હશે કે તેનામાં શું ખામી છે જેના કારણે તેને પસંદ નથી કરતા. ત્યારે તમારા મનમાં અનેક સવાલ થતા હશે કે પુરુષો કઇ વાતને નોટિસ કરે છે અને એવી કઇ ચીજો છે જે પુરુષોને એટ્રેક્ટ કરવામાં મદદ કરે છે. પુરુષોને મહિલાઓની ઘણી બધી બાબતો પસંદ આવે છે. કહેવાય છે કે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ હોય છે પરંતુ પુરુષોને સમજવા પણ એટલું જ મુશ્કેલ હોય છે.જે મહિલાઓ વાતચીત કરતી વખતે આઇ કોન્ટેક્ટ રાખીને કોન્ફીડન્સ સાથે શરમાયા વગર વાત કરે છે આવા પ્રકારના સ્વભાવવાળી મહિલાઓ પુરુષોને બેહદ પસંદ આવે છે. જે મહિલાઓને મજેદાર, ચટપટી વાતો કરવાની આદત હોય એવી સ્ત્રીઓ પણ પુરુષોને ઘણી પસંદ આવે છે. પુરુષોને મહિલાઓના દેખાડો કરવાની આદતને નોટિસ કરવામાં વાર લાગતી નથી. પછી તે સ્ટેટસની સાથે જોડાયેલુ હોય કે પર્સનાલિટીની સાથે, અનેકવાર મહિલાઓ નકલી વાળ, આઇલેશ અને નકલી નખ લગાવીને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. પણ સચ્ચાઇ તો એ છે કે પુરુષોને મહિલાઓના દેખાડો પસંદ નથી આવતો. તેમને લાગે છે તે મહિલાઓ આ દેખાડાના ચક્કરમાં અનેકગણો ખર્ચ કરે છે. તેમને સિંપલ અને સોબર લુક વધારે પસંદ આવે છે.

તેમાં કોઇ જ નવાઇ નથી કે પુરુષ મહિલાઓની ડ્રેસિંગ સ્ટાઇલને વધારે નોટિસ કરે છે. પુરુષોને ક્લાસી કપડા પહેરનારી મહિલા વધુ પસંદ આવે છે. અને સાથે તે સ્ટાઇલ પોતે પોતાનામાં અનેક ચીજોને જણાવે છે. હીલ્સ પહેરીને વોક કરવાની સ્ટાઇલ જેવી અનેક વસ્તુઓ મહિલાઓની પર્સનાલિટીને ડિફાઇન કરે છે. પુરુષોને ફેશનની સાથે કંઇ લેવાદેવા નથી એવુ વિચારવુ ખોટુ હોય શકે છે. તેમને ફેશનમાં શું ચાલી રહ્યુ છે તે તમામ વસ્તુઓની ખબર પડે છે અને સાથે તેઓ તેને ધ્યાનમાં રાખીને મહિલાોને નોટિસ કરતા હોય છે. મહિલાઓની સારી અને સુંદર સ્માઇલ કોઇપણ પુરુષને આકર્ષિત શકે છે. પુરુષ તેની સૌથી પહેલા નોટિસ કરે છે તેને માટે ચહેરાની આ સ્માઇલ મહિલાની અંદરની પોઝિટિવ ફિલિંગને દર્શાવે છે. મહિલાના ચહેરાપર સ્માઇલ, પુરુષને પણ કોન્ફિડન્ટ ફીલ કરાવે છે. જ્યારે કોઇ પુરુષ કોઇ મહિલાને પહેલીવાર મળે છે ત્યારે તે પહેલા તેની સ્માઇલને જ નોટિસ કરે છે અને તે જ તેમને તમારી પાસે બની રહેવા માટે પૂરતુ છે. બનાવટી સ્માઇલ અનેક કામને બગાડી શકે છે અને જ્યારે પણ હસો તો દિલથી અને ખુશીથી હસો.

અન્ય આકર્ષિત કરે તેવી ચીજ છે તે છે આંખ… કહેવાય છે કે આંખો દિલની જબાન હોય છે. જે કોઇના પણ વિશે બોલ્યા વગર જ જણાવી દે છે. આંખોને જોઇને સાચા ખોટાની પરખ કરી શકાય છે. આંખોનું એટ્રેક્શન સૌથી ઇફેક્ટિવ ગણવામાં આવે છે. જે કોઇપણ અજાણને તમારા આશિક બનાવી શકે છે. આગળ વાત કરીએ તો પુરુષોને મહિલાના લાંબા અને ઘેરા વાળ પસંદ આવે છે. પાર્લરમાં કલાકો બેસીને હેર સ્ટાઇલ કરવામાં સમય ન વેડફો. વાળથી જ પુરુષોને જલદી એટ્રેક્ટ કરી શકાય છે. પુરુષોની નજરમાં તમારા વાળ તમારી પર્સનાલિટીને જણાવે છે. તમારા વાળની સુગંધ તેમને આકર્ષિત કરી શકે છે. સાથે એ પણ ધ્યાન રાખો કે તમારા વાળની સ્ટાઇલ તમારા ચહેરા પર સૂટ થતી હોવી જોઇએ.

સૌથી મહત્વની વાત કરીએ વજન. આ વાતનો ખ્યાલ મહિલા કરતા પુરુષોને વધુ હોય છે. જી હા, સાંભળવામાં તમને અલગ લાગશે પણ આ વાત સાચી છે. અનેકવાર મહિલાઓ વજનને લઇને ચર્ચા કરતી હોય છે. પણ પુરુષોમાં મહિલાની ચર્ચા કરતા કંઇક અલગ ચર્ચા થતી હોય છે. અનેક પુરુષોને પાતળી છોકરીઓ પસંદ આવતી નથી. એટલે ડાયટિંગ કરીને સાઇઝ ઝીરો બનવાની કોશિશ છોડો અને સાથે સંતુલિત પ્રમાણમાં હેલ્ધી ફૂડ લો. તમારા વજનને કંટ્રોલ કરવાની સાથે સાથે તે સ્કીન માટે પણ લાભદાયી છે. તમને થોડુ આશ્ચર્ય લાગશે કે મહિલાઓની ત્વચાનો રંગ અને ખીલ ફોલ્લીઓ વિનાનો ચહેરો પુરુષોને પસંદ આવે છે. તે તમારા માટે હેલ્ધી હોવાની નિશાની છે. સોફ્ટ અને હેલ્ધી સ્કીનના પુરુષો આશિક રહે છે. આના માટે સમયાંતરે સૂવુ, 6 થી 8 કલાકની ઉંઘ લેવી તેમજ વધારે પ્રમાણમાં પાણી પીવુ તે ત્વચા માટે સારુ ગણાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]