ક્રોકરીની કઇ રીતે કરશો પસંદગી?

રનાં રસોડામાં વપરાતા વાસણો અને ક્રોકરી ઘરની શોભા વધારે છે. પરંતુ ઘણીવાર મહિલાઓ વાસણની પસંદગી કરવામાં ભૂલ કરતી હોય છે. કેટલીકવાર એવુ બને છે કે વાસણો અને ક્રોકરી ફક્ત દેખાવમાં સારા હોય એટલે મહિલાઓ ખરીદી લેતી હોય છે. પણ પછી એ વાસણ વપરાશમાં આવતા જ નથી. કિચનમાં ક્રોકરી ખૂબ મહત્વનું સ્થાન ભજવે છે. કારણ કે ક્રોકરી એવી વસ્તુ છે કે જે વપરાશમાં તો આવે જ છે પરંતુ સાથે ઘરને ડેકોરેટ પણ કરે છે. પરંતુ ઘણીવાર ડેકોરેટ કરવા માટે આપણે એવી ક્રોકરી ખરીદી લેતા હોઇએ છીએ કે જેનો ઉપયોગ માત્ર શો-પીસ જેટલો જ રહી જાય છે. પરંતુ જ્યારે ક્રોકરી વાપરવાની આવે ત્યારે હકીકતમાં તેનો કોઇ જ ઉપયોગ નથી થતો. ક્રોકરી એવી હોવી જોઇએ કે જે ઘરની શોભા પણ વધારે અને જ્યારે એમાં જમવાનું પીરસે ત્યારે ડીશની વેલ્યુ પણ વધારે. ક્રોકરી પસંદ કરતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.

સૌથી પહેલા તો તમે જે ક્રોકરી ખરીદી રહ્યા છો કાચની કે પોર્સેલિન મટીરિયલની એ ઓરિજનલ છે કે કેમ તે જાણો. એના માટે તમે ટેસ્ટ કરી શકો છો. સૌથી પહેલા તો જુઓ કે એનો રંગ કેવો છે, એનો રંગ સફેદ છે કે નહી અને જ્યારે એને લાઇટની નીચે રાખવામાં આવે છે ત્યારે લાઇટનો પ્રકાશ ક્રોકરીની આરપાર થવો જોઇએ. જો આ બંને વસ્તુ થતી હોય તો સમજી લો કે ક્રોકરી પોર્સેલિનની છે. હવે તમે ક્રોકરીની ખરીદી કરો છો ત્યારે એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે તેનો વપરાશ કેટલો થશે, શું સાઇઝ છે અને તેની સાચવણી કેવી રીતે થશે, કેટલો સમય ચાલી શકશે. કારણ કે ક્રોકરી એવી કોઇ વસ્તુ નથી કે એક કે બે દિવસ વાપરી અને ત્યારબાદ તેને જવા દીધી. એટલા માટે ખરીદી કરવા જાવ ત્યારે માત્ર દેખાવ અને ડીઝાઇન જોઇને જ ખરીદી ન કરો પરંતુ ક્રોકરી કેટલો સમય સુધી ચાલી શકશે એ પણ ધ્યાનમાં રાખો. અમુક ક્રોકરી એ રીતની પસંદ કરો કે તે દેખાવમાં પણ સુંદર હોય અને લાંબા સમય સુધી ટકી શકે એવી પણ હોય.

હવે ઘણીવાર એવુ થાય છે કે તમે ખરીદી કરવા જાવ ત્યારે છેતરાઇ જાવ છો. સસ્તી ક્રોકરીના વધુ ભાવ આપીને આવી જાવ છો. તો તમને ક્રોકરીની ભાવ કઇ રીતે ખબર પડશે તે જાણવાની પણ એક ખાસ ટેક્નિક છે. ક્રોકરી કેટલી નાજુક અને સારી છે તેના પરથી કોસ્ટ ખબર પડે  છે. બોન ચાઇનાની ક્રોકરી એ માટી અને સ્ટોનવેરની ક્રોકરી કરતા પ્રમાણમાં મોંઘી હોય છે. પરંતુ બોન ચાઇનાની ક્રોકરીમાં વધુ પડતુ ગરમ વસ્તુ મૂકવામાં આવે તો એ તૂટી શકે છે કારણ કે બોન ચાઇનાની ક્રોકરી વધુ પડતી ગરમી સહન નથી કરી શકતી. બોન ચાઇનાની ક્રોકરીને સાચવવી ખૂબ અઘરી છે. તમે એને જો રોજબરોજના વપરાશમાં વાપરો તો એને ખૂબ સાચવણથી વાપરવી પડતી હોય છે. પોર્સેલિનની ક્રોકરી હાઇ ટેમ્પરેચરમાં જ બનાવેલી હોય છે તેથી હીટથી એને કોઇ નુક્સાન નથી પહોંચતુ. હવે એ પ્રકારની પણ ક્રોકરી આવે છે કે જે તમે ડિશ વોશર અને ઓવનમાં પણ વાપરી શકો છો.

હવે ક્રોકરીનું કલેક્શન કઇ રીતે કરશો એ વાત પર ધ્યાન આપીએ. ડાઇનિંગ ટેબલ પર સારી લાગે અને વ્યવસ્થિત રીતે આવી જાય. ઘરમાં મહેમાન આવે તો એમના માટે અલગ ક્રોકરી રાખો. ચમચી અને કાંટા ચમચી બંને એકસરખી અને બંને સરખી સંખ્યામાં રાખો. રેગ્યુલર ડિનર સેટ સિવાય એક સ્પેશિયલ ઓકેઝન માટે ડિનર સેટ વસાવી રાખો. ટોટલ ત્રણ પ્રકારની બોન ચાઇના, પોર્સેલિન અને સ્ટોનવેર ક્રોકરી બજારમાં ઉપલબ્ધ હોય છે. જેમાં લોકો પોર્સેલિન અને સ્ટોનવેર પર પોતાની પસંદગી વધુ ઉતારતા હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]