બ્લીચની એલર્જી છે? આ છે અકસીર ઉપાય

યુવતીઓની અત્યારની લાઇફ એટલી વ્યસ્ત હોય છે, કે પોતાના માટે કે પોતાની સ્કિન માટે સમય નથી મળતો. સમયના અભાવના કારણે પોતાની સ્કિન પર ધ્યાન નથી આપી શકતી. કોઇ ફંક્શન હોય કે તહેવાર હોય તેવામાં જલદીથી સ્કિન પર ગ્લો આપવા માટે એક જ વસ્તુ યાદ આવે છે, એ છે બ્લીચ. યુવતીઓ વિચારે છે કે, બ્લીચ લગાવીશું તો સ્કિન પર ગ્લો આવી જશે કે ગોરા થઇ જઇશુ. પરંતુ આ ગ્લો માત્ર થોડીવાર માટેનો જ હોય છે.

લાંબા ગાળે સમય જતાં બ્લીચના કારણે તમારી સ્કિન ગોરી થવાના કારણે સ્કિન કાળી પડી જાય છે અને ગ્લો જતો રહે છે. તમારી સ્કિન પર ફોલ્લીઓ થઇ જાય છે, અને નાના-નાના કાળા કલરના ડાઘા પણ પડી જતા હોય છે. બ્લીચમાં એવા કેમિકલ હોય છે કે જે સ્કિનને ગ્લો તો આપે છે પરંતુ સાથે નુક્સાન પણ કરે છે.

બ્લીચ લગાવવાથી ચહેરાની ત્વચા ડાઘ રહિત અને મુલાયમ બને છે, પરંતુ દરેકને બ્લીચ માફક નથી આવતું. ઘણા લોકોને બ્લીચની એલર્જી હોય છે. જેવું બ્લીચ લગાવશો ત્વચા પર બળતરા થવા લાગે છે. ત્યારે આવા સમયે તમે બ્લીચ લગાવીને ઘરગથ્થું ઉપાય કરી શકો છો.

એલોવેરાનો ઉપયોગ કરો

એલોવેરા એમાં એક એવો પદાર્થ છે જેમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. જે તમારા ચહેરાની બળતરા દૂર કરી ચામડીને મુલાયમ બનાવે છે. બળતરા દૂર કરવા માટે એલોવેરા જેલ લઇ ફેસ પર મસાજ કરો. અડધા કલાક બાદ ચહેરો સૂકાઇ જાય ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. આ રીતે 2 થી 3 વખત કરવાથી તમને ફાયદો થશે.

બ્લીચ કર્યા બાદ ચહેરા પર ઘણીવાર ફોલ્લીઓ પણ થઇ જતી હોય છે. ચહેરો સુંદર લાગવાના કારણે ફોલ્લીઓનાં કારણે ખરાબ લાગે છે. કોઇ તહેવાર કે ફંક્શનમાં સારા લાગવા માટે તમે ઉતાવળમાં બ્લીચ કર્યુ હોય પણ સારા લાગવાના કારણે ફોલ્લીઓ અને ડાઘા થઇ જતાં તમારો મૂડ જ જતો રહે છે. ત્યારે તમને થતું હશે કે પોતાના માટે પણ થોડો સમય જો નીકાળ્યો હોત તો આજે આવુ ન થાત. તમારી વ્યસ્ત લાઇફમાંથી થોડા ‘મી ટાઇમ ‘ પણ ખૂબ જરૂરી છે. રોજબરોજની લાઇફમાં તમારા ચહેરા પર તમે ઘરગથ્થુ ઉપાય પણ કરી શકો છો. અલગ-અલગ પ્રકારના ફેસપેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. અને જો તમને એ રીતે સમય ન મળતો હોય તો થોડો સમય કાઢીને પાર્લરમાં જઇ ફેશિયલ, મેનિક્યોર, પેડીક્યોર કરાવી ત્યારબાદ બ્લીચ કરવાથી સ્કિન પર વધુ નુક્સાન નહીં થાય.

નાળિયેર તેલનો પણ પ્રયોગ કરી શકો છો

આ જ રીતે નાળિયેર તેલ પણ ત્વચા માટે ખૂબ સારુ માનવામાં આવે છે. જ્યારે પણ બ્લીચ કરો અને બળતરા થાય તો નાળિયેર તેલ લગાવો. અને થોડા સમય બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ નાખો.

બટાકાની છાલ અને તેનો રસ પણ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે.

બટાકાની છાલ અને તેનો રસ પણ ત્વચા માટે ખૂબ સારો છે. બટાકામાં વિટામીન બી, સી, આયર્ન, કેલ્શિયમ, મૈગનીઝ ફોસ્ફરસ જેવા પદાર્થો હોય છે કે બ્લીચ બાદ બળતરા થાય તો રાહત મેળવવા માટે બટાકાની છાલ મૂકો. અડધા કલાક બાદ છાલ કાઢી લઇ સામાન્ય પાણીથી ચહેરાને ધોઇ કાઢો. જો બ્લીચ ન કરવુ હોય તો બટાકાને છીણીને તેના પલ્પને ચહેરા પર 10થી 15 મીનિટ સુધી રાખી ઠંડા પાણીથી સાફ કરી દો. અઠવાડિયામાં 2થી 3 વખત આ રીતે કરશો તો તમારા ચહેરા પર ફેરફાર દેખાશે. બ્લીચ લગાવ્યા બાદ જો ચહેરા પર ખંજવાળ આવતી હોય તો પણ તમે બટાકાની છાલ અથવા તેનો રસ લગાવી શકો છો.