પિકનીક પર જવાના છો? તો પેક કરો આવી બેગ

રવા જવાનુ હોય એટલે જોડે લઇ જવા માટે છોકરીઓનું મસમોટું લિસ્ટ તૈયાર થઇ જાય. અઠવાડિયાં, મહિના અગાઉથી વસ્તુઓ લઇ જવા માટે પ્લાનિંગ કરી લેવામાં આવે, અને છેલ્લી ઘડી સુધી એ પ્લાનમાં કંઇકને કંઇક ઉમેરો થતો જ રહે છે. છતાં પણ પ્રવાસના સ્થળે પહોંચીએ ત્યારે એવી તો કોઇ વસ્તુ હોય જ તે જે ભૂલી ગયાં હોય.

તો તમે પિકનીક માટે એ રીતે લિસ્ટ તૈયાર કરો અને સામાન એ રીતે પેક કરવાનું રાખો કે તમારો છેલ્લી ઘડી સુધી સમય પણ ન બગડે અને તમે કાંઇ ભૂલો પણ નહી. હા, પણ બેગ અને વસ્તુ એ રીતે લઇ જાવ કે તમને ફરવામાં કંઇ નડે નહી. નહીંતર તો તમારે ફરવાનું ઓછુ અને તમારા સામાનને સંભાળવામાં સમય વધુ જશે. વધુ સામાન સાચવવામાં તમને ફરવાની પણ કંઇ મજા નહી આવે અને તમે કંટાળી જશો. તો એવી કેટલીક બાબતો છે જે તમારે પિકનીકના પેકિંગ વખતે ધ્યાનમાં રાખવાની છે.

સૌથી પહેલા તો તમારા મેકઅપ અને જરૂરિયાતની વસ્તુનો સામાન કે જે તમે સાથે લઇને ફરી શકો એના માટે એક શોલ્ડર બેગ અથવા તો મીડ્યમ સાઇઝનું પર્સ લઇ શકો છો. ખાસ કરીને મેકઅપનો કિંમતી સામાન જેવો કે પેન્સિલ, લિપસ્ટિક, આય લાઇનર જે તૂટે એવી વસ્તુ છે એના માટે પાઉચ અથવા તો પ્લાસ્ટિકનો ડબ્બો લઇ લો. ત્યાં સાથે લઇ જવા માટે સાબુ, ટૂથપેસ્ટ, ફેસવોશ જેવી વસ્તુઓ નાના પેકમાં લઇ લો જેથી કરીને બેગમાં જગ્યા પણ ન રોકે. પછી તો તમે જ્યાં ફરવા જવાના છો ત્યાંની વેધર, વાતાવરણ સૌથી પહેલા જાણી લો. કારણ કે તમને ત્યાંના વાતાવરણ પ્રમાણે કપડા લઇ જવાની ખબર પડે. જો જ્યાં ફરવા જવાના છો ત્યાં ઠંડી હોય તો પછી તમારે ગરમ કપડા જોડે લઇ જવા પડશે. ચોમાસુ હોય તો છત્રી, રેઇનકોટ, પ્લાસ્ટિક બેગ, વધારાના નેપકિન્સ, કપડાં જોડે રાખો. કપડાનુ સિલેક્શન પણ એ રીતે કરો જેમ કે તમે કોઇને મળવા જાવ છો તો ત્યાં કેવા કપડા સારા લાગશે એ વિચારીને પેકિંગ કરો. તમે બહાર ફરવા જાવ છો એટલે ડીનર પર તો જવાનુ થાય જ તો બે-ત્રણ કપડા એ રીતે લઇ લો.

તમે જેવા કપડા લો છો એ પ્રમાણે આયશેડો, લિપસ્ટિકના શેડ્ઝ પણ લઇ લો. ડ્રેસ સાથે પહેરવા માટે મેચીંગ જ્વેલરી પણ પેક કરી લો. અને પરફ્યુમ લેવાનું પણ ન ભૂલશો. પિકનીકમાં પરફ્યુમની તમને ખાસ જરૂર પડશે. ડ્રેસ સાથે મેચીંગ થાય એ પ્રમાણે પર્સ અને ફૂટવેર પણ જોડે રાખો. અને હા, તમારી આંખોને પ્રોટેક્ટ કરે એવા સન ગ્લાસિસ લેવાનું બિલકુલ ન ભૂલશો. તમ મેકઅપ તો લઇ જ લીધો છે એની સાથે ક્રીમ, સન સ્ક્રીન લોશન, ફેસવોશ, નાહવાનો સાબુ, કપડા ધોવાનો સાબુ, ટૂથપેસ્ટ, બ્રશ, શેમ્પૂ જે તમને ખૂબ જ કામ લાગે એવી બધી જ વસ્તુ લઇ લો. સાથે જ ઘણા લોકોને ટ્રાવેલિંગ નથી ફાવતુ હોતુ, વોમિટીંગ, માથાનો દુખાવો થઇ જતો હોય છે. તો એના માટે એક પાઉચ દવાનું પણ રાખો કે જેમાં બધા જ પ્રકારની દવા આવી જાય. તમે ફરવા જાવ ત્યાં આજુ બાજુ મેડીકલ શોપ હોય કે ન હોય તો ફર્સ્ટ એઇડ કીટ તો સાથે અવશ્ય રાખવી.

હવે તમારે પિકનીક પર જવાનુ છે તો એના આગલા દિવસે જ વેક્સિંગ કરાવી લો. ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર પિકનીક પહેલા કરાવી લો. ત્યારબાદ તમારા વાળની સંભાળ માટે હેરબેન્ડ, હેરક્લિપ્સ શોલ્ડર બેગમાં જોડે રાખો. વાઇપ્સ, સેનિટાઇઝર જેવી તમામ વસ્તુ તમારા બેગમાં રાખવાનુ ચૂકશો નહી. પછી વાળને પ્રોટેક્ટ કરે એવો સ્કાર્ફ જોડે રાખો જે ધૂળ, તાપ, ધુમાડાથી તમારા વાળને રક્ષણ આપશે. જો તમે આટલી બાબતોનું કાળજીપૂર્વક યાદ રાખશો તો તમારો પ્રવાસ કોઇપણ જાતની અડચણ વગર યાદગાર બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]