પેટની ચરબી ઘટાડવાના સરળ ઉપાય….

જકાલ લોકો વધારે પડતાં જ હેલ્થ કોન્સિયસ થઇ રહ્યા છે અને એ સારું પણ છે. ચરબી ઘટાડવા માટે લોકો કેટકેટલા નુસખા શોધીને અજમાવતા હોય છે. પણ આપણે ગમે એટલુ ધ્યાન રાખીએ થોડી ઘણી ચરબી તો વધી જ જાય છે. પેટ અને સાથળનો ભાગ એવો છે કે જ્યાં ચરબી ઝડપથી વધવા લાગે છે. અને ચરબીને લઇને સૌથી વધુ મુશ્કેલી સૌથી વધુ મહિલાઓને થતી હોય છે. જો થોડું બેઠાડુ જીવન થાય અને ખાવા પર કંટ્રોલ ન કરવામાં આવે તો વજન ફટાફટ વધી જાય છે. આવા સમયે વધેલી ચરબીને ઉતારવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો ચરબી જમા થતી જાય છે અને તમારું શરીર વધતુ જાય છે. પરંતુ જો તમે ખરેખર પેટને સપાટ બનાવવા માગો છો તો એના માટે કેટલાક ખાસ ઉપાય છે. જે અપનાવવાથી તમારું પેટ સુડોળ બનશે અને તમારો લૂક પણ સારો બનશે.

પેટની ચરબી ઘટાડવા માટે શું કરવુ અને શું ન કરવું તેના પર ધ્યાન આપીએ તો દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. પેટ પર જામતી ચરબીને ઉતારવા માટે નયણા કોઠે લીંબુ પાણી પીઓ. થોડા હુંફાળા પાણીની અંદર લીંબુ નીચોવી પી લો. તેનાથી શરીરનું મેટાબોલિઝમ તંદુરસ્ત રહેશે અને ચરબીનાં થર પણ નહી જામે. દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીઓ. એટલે કે દિવસનું આશરે 4 લિટર એટલે કે આશરે 8થી 10 બોટલ પાણી પીવાની ટેવ પાડી લો. તે વજન ઉતારશે અને સ્કિન પણ સારી કરશે. ચહેરાની ચમકની સાથે વાળ પણ વધારશે. વધુમાં વધુ પાણી પીવાથી માત્ર ચરબી જ ઓછી નથી થતી એના સિવાય બીજા પણ ઘણા ફાયદા થાય છે.

વહેલી સવારે બે કળી કાચુ લસણ ખાઓ. તે ચાવીને ખાવાથી અને તે બાદ લીંબુ પાણી પીવું શરીર માટે ફાયદાકારક રહેશે. તેનાથી વજન ઘટવાની પ્રક્રિયા બમણી ઝડપે થશે. જો તમારે ઓછા સમયમાં વધુ વજન ઘટાડવું હોય તો આ પ્રક્રિયા ખૂબ સારી છે. વધુમાં તમે ખોરાકમાં સફેદ ભાતથી દૂર રહો અને તેની જગ્યાએ બ્રાઉન રાઇસ, બ્રાઉન બ્રેડ, અને કઠોળનો ઉપયોગ કરો. તેના સેવનથી તમારા શરીરમાં વધારાનો ફેટ જમા થશે નહી, સાથે જ પેટ પણ ફુલશે નહીં. જ્યારે વાત આવે સ્વીટ્સની… તો સ્વીટ્સ તો કોને ન ભાવે? ભાગ્યે જ કોઇ હશે જેને સ્વીટ્સ નહી ભાવતી હોય. જો આપને સ્વીટ્સ ખાવાની ટેવ હોય તો તેના પર કંટ્રોલ રાખો. તે તમારા બોડીમાં ચરબી પેદા કરે છે. તે તમારા શરીરનાં અલગ અલગ ભાગ જેવા કે પેટ, જાંઘ પર ચરબી જમા કરે છે.સૌથી મહત્વની વાત વોકિંગ, દરરોજ 20થી 30 મિનિટ વોક પર જાઓ. તમારુ આ રૂટિન તૂટવા ન દો. જો તમને સવારે ચાલવાનો સમય ન મળતો હોય તો સાંજે પણ ચાલવા જઇ શકો છો. તમારે તમારી જાત માટે દિવસની 30 મિનિટ તો ચાલવા માટે ફાળવવી જ જોઇએ. તેમાં પણ જો 20 મિનિટ વોકિંગ અને 10 મિનિટની સામાન્ય એક્સરસાઇઝ કરશો તો પછી તમારા વજનમાં ઉતારો ઝડપથી થશે. તેમજ પેટ પણ સપાટ થશે. આ સાથે જ દરરોજ યોગનો અભ્યાસ કરો. યોગ  શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. યોગથી ચરબી તેમજ કોઇપણ દૂર કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]