ક્યારેય પણ જૂનું ન થતું આભલા વર્ક

વરાત્રી હવે નજીક આવી રહી છે, યુવાહૈયાઓમાં ધીમે-ધીમે નવરાત્રીનો રંગ ચડતો જાય છે. યુવતીઓ તો ચણીયા ચોળી, જ્વેલરીની તૈયારી પણ કરવા લાગી હશે. તો બીજી તરફ ગરબાના ક્લાસ પણ ચાલુ થઇ ગયા હશે. યુવાઓ ઢોલના તાલે ઘૂમવા આતુર થઇ રહ્યા હશે. દર વર્ષે ડ્રેસમાં, ચણીયા ચોળીમાં નવી-નવી ડીઝાઇન આવતી રહે છે. પરંતુ અમુક વસ્તુ એવી હોય છે કે જે જૂનીને જૂની જ રહે છે ખાલી એમાં નવુ ઉમેરાતુ જાય છે. જેમ કે વાત કરીએ આભલા વર્કની, આભલા વર્ક પહેલેથી ચાલી આવી રહ્યુ છે અને આજે પણ ડ્રેસ, ચણીયા ચોળીની ડીઝાઇનમાં ઉપયોગમાં લેવાય છે. માત્ર ડ્રેસ અને ચણીયા ચોળીમાં જ નહી પરંતુ અત્યારે કુર્તી, પર્સ, કોટી, સાડીની બોર્ડર, શર્ટની ડીઝાઇનમાં ઉપયોગમાં લઇ રહ્યા છે.આભલા વર્ક અલગ-અલગ કાપડ પર કરવામાં આવે છે. કોટન, સિલ્ક, શિફોન, જ્યોર્જટ જેવા કાપડમાં કરવામાં આવે છે. આભલાનું વર્ક તમને એકદમ ટ્રેડિશનલ લુક આપશે પરંતુ ઘણા ઓછા લોકો ટ્રેડિશનલ પહેરવાનું પસંદ કરે છે. આભલાના વર્કમાં હેન્ડ વર્ક હોવાથી સમય પણ ઘણો લાગે છે. અલગ-અલગ શેપના આભલા યુઝ કરી હાથેથી સિલાઇ કરવામાં આવે છે. આમા મહેનત પણ ઘણી લાગતી હોય છે એટલે વસ્તુ થોડી મોંઘી પણ મળે છે. અને જો તમારે મિરર વર્ક ન પહેરવુ હોય અને તો ટિકલી વર્ક પણ પહેરી શકો છો. ટિકલી વર્ક પ્લાસ્ટીક જેવુ લાગશે પણ તેનુ વજન નથી હોતુ અને દૂરથી તે આભલા જેવુ જ લાગે છે.  આપણે ચણીયા ચોળીમાં તો આભલા વર્ક કરાવીએ છીએ. પરંતુ તમે ડ્રેસમાંપણ આભલા વર્ક કરાવી શકો છો. આભલા વર્કની સાથે કચ્છી વર્ક એકદમ ટ્રેડિશનલ લુક આપશે. નવરાત્રીમાં તમારે ચણીયા ચોળી ન પહેરવા હોય અને જો આ રીતનો ડ્રેસ પહેરીને જશો તો પણ સરસ લાગશે. પરંતુ જો તમારે ડ્રેસમાં મિરર વર્ક કરાવવુ હોય તો સારી ક્વોલિટીના કોટનનો ઉપયોગ કરવો પડે છે.આ તો વાત થઇ કોટનના કાપડ પર મિરર વર્ક કરવાની પરંતુ તમે અન્ય કાપડ પર પણ આભલા વર્ક કરાવી શકો છે. કોઇ એક ફેબ્રિક પર મિરર વર્ક કરી એને મેઇન ફેબ્રિક પર સીવડાવી શકો છો. ડ્રેસની બોર્ડર પર અથવા તો નેકના ભાગમાં તમે આ રીતનું વર્ક કરાવી શકો છો જેનાથી એક સારો ઉઠાવ પણ આવશે. આ રીતે બોર્ડર પર અથવા તો નેક પર ડાયરેક્ટ પણ સીવવામાં આવે છે. જે કલરનો ડ્રેસ હોય એજ કલરથી સીવવામાં આવે છે અને જો તમારે કોન્ટ્રાસ્ટ કલર વાપરવો હોય તો એ કલર પણ વાપરી શકાય. જ્યારે કુર્તીમાં આ પ્રકારનું વર્ક હોય ત્યારે તેને અલગ ડીઝાઇન અને સ્ટાઇલ આપવામાં આવે છે. કુર્તીમાં પણ નેકમાં અને કુર્તીની પટ્ટીમાં વર્ક કરવામાં આવે છે. જો નેકમાં કે કુર્તીની પટ્ટીમાં ન કરવુ હોય તો સ્લીવ્સમાં તમે વર્ક કરાવી તેને હાઇલાઇટ કરી શકો છો. જો કંઇક અલગ ટ્રાય કરવુ હોય તો બેકમાં મિરર વર્કનો બુટ્ટો મૂકી શકાય. બ્રાઇટ અને ડાર્ક કલરની કુર્તીમાં મિરર વર્ક સારુ લાગે છે.માત્ર દુપટ્ટામાં પણ વર્ક કરાવી શકાય છે. ચણીયા ચોળીના દુપટ્ટામાં મિરર વર્ક કરવુ હોય તો બાંધણી કે લહેરિયાના દુપટ્ટામાં કરાવી શકાય છે જે ખૂબ જ સુંદર લાગે છે. પેસ્ટલ શેડના દુપટ્ટા પર પણ કૉન્ટ્રાસ્ટ કલરના થ્રેડથી મિરર વર્ક કરાવી શકાય. આવા દુપટ્ટા પ્લેન ડ્રેસ સાથે વધારે સારા લાગે છે જેના પર દુપટ્ટાનો વધુ ઉઠાવ આવે. અત્યારે દુપટ્ટાને અલગ-અલગ રીતે હેંગ કરવામાં આવે છે તો મિસ મેચ કરીને દુપટ્ટાને નાખીને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ બંને લુક મેળવી શકો છો. હાલ તો મિરર વર્કના જેકેટ પણ ફેશનમાં આવી રહ્યા છે. આ પ્રકારના જેકેટ હવે યુવક-યુવતીઓ બંને પહેરી રહ્યા છે. યુવકો તો મોટે ભાગે નવરાત્રી અથવા તો ખાસ પ્રકારના ફંક્શનમાં જ પહેરે છે પરંતુ યુવતીઓ માટે તો આ જેકેટ પહેરવા માટે ઘણા ઓપ્શન છે. કુર્તી અથવા તો ટોપ પર જેકેટ પહેરી હાથમાં કલરફૂલ બેંગલ્સ પહેરી ઇન્ડો વેસ્ટર્ન લુક આપી શકાય છે. આ સિવાય મિરર વર્કની બેડશીટ્સ, ટેબલક્લોથ પણ ટ્રેડિશનલ લુક આપે છે. તમારા કપડાને મેચીંગ મિરર વર્કવાળી મોજડી પણ બનાવડાવી શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]